Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોચ્યા બોલીવૂડ સ્ટાર્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોચ્યા બોલીવૂડ સ્ટાર્સ

10 January, 2019 08:39 PM IST |

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોચ્યા બોલીવૂડ સ્ટાર્સ

વડાપ્રધાનને મળ્યા બોલીવૂડ સ્ટાર્સ

વડાપ્રધાનને મળ્યા બોલીવૂડ સ્ટાર્સ


બોલીવૂડના અનેક સ્ટાર્સ આજે નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચ્યા છે. મળવાનું કારણ કોઈ ફિલ્મ નથી પરંતુ એ છે કે સિનેમાનું ભવિષ્ય શું હશે. અને ફિલ્મી પડદા પર કેવી રીતની સંસકૃતિ દેખાડવી જોઈએ.

રણબીર કપૂર, આલિયા ભટ્ટ, રણવીર સિંહ, રાજકુમાર રાવ , વિક્કી કૌશલ, સિદ્ધાર્થ મલ્હોત્રા, આયુસ્માન ખુરાના, વરૂણ ધવન, ભૂમિ પેડણેકર, રોહિત શેટ્ટી, કરણ જોહર, એકતા કપૂર, અશ્વિની અય્યર તિવારી જેવા દિગ્ગજ કલાકારો સામેલ હતા જે દિલ્હી પહોંચ્યા હતાં. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલીવૂડ સ્ટાર્સ સાથે ભારતીય સંસ્કૃતિ પર ફિલ્મોના કારણે પડતા પ્રભાવને લઈને ચર્ચા હતી. અહીં એક નવા ભારતના સપના વિશે વિચાર કરવામાં આવ્યો હતો.



ફિલ્મ ઈન્ડસ્ટ્રી કઈ રીત આગળ વધે આ વિશે ચર્ચા થઈ હતી એવું કહેવામાં આવી રહ્યું છે. એટલુ જ નહી કયા પ્રકારની ભારતીય સંસ્કૃતિ અને બોલીવૂડ કઈ રીતે બદલાવ લાવી શકાય તે અંગે વાતચીત કરી. આ મીટિંગની સકારાત્મક વાત એ રહેશે કે આ મીટિંગના કારણે શું નવું મળશે તે મહત્વનું રહેશે. આ પહેલા પણ વડાપ્રધાને આ બાબતે કલાકારો સાથે એક મીટિંગ કરી હતી. જેમાં એક પણ મહિલા કલાકાર ન હોવાના કારણે હોબાળો થયો હતો. સિનેમાને લઈને દિલ્હીમાં ઘણા કાર્યક્રમો થતા હોય છે જેમાં નેતાઓ પણ રસ લે છે.


 

આ પણ વાંચો: હ્રતિક રોશનના જન્મદિવસે સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનું ઘોડાપૂર


 

આ પહેલા થયેલી મીટિંગમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિનેમાને લઈને વાતચીત કરી હતી જેમાં કરણ જોહર અને અક્ષય કુમાર પણ સામેલ રહ્યાં હતાં. જેને લઈને કરણ જોહરે ટ્વિટ કરતા લખ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવુ શિક્ષાપ્રદ રહ્યું જેમણે બોલીવૂડ ઈન્ડસ્ટ્રી સોફ્ટ પાવર સ્ટેટ અને આપણા સિનેમાની મજબૂતી પર વિચારો મુક્યા હતાં.

Whatsapp-channel Whatsapp-channel

10 January, 2019 08:39 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK