દર વર્ષે ત્રીજી મેએ આ દિવસ મનાવવામાં આવે છે.
અજબગજબ
‘નો પૅન્ટ્સ ડે`
શુક્રવારે ઘણાબધા દેશોમાં ‘નો પૅન્ટ્સ ડે’ મનાવવામાં આવ્યો હતો. એટલે કે કૉલેજ કે ઑફિસ જતા લોકો ખરેખર પૅન્ટ પહેર્યા વિના ઘરેથી નીકળ્યા હતા. દર વર્ષે ત્રીજી મેએ આ દિવસ મનાવવામાં આવે છે. આવા દિવસની ઉજવણી ભલે હાસ્યાસ્પદ લાગતી હોય, પણ એની પાછળનો મૂળ આઇડિયા રસપ્રદ છે. નો પૅન્ટ્સ ડેના સેલિબ્રેશન દ્વારા લોકોને પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ ડે પોતાની જાતને વધારે પડતી ગંભીરતાથી નહીં લેવી એવો મેસેજ પણ આપે છે. સાથે જ રૂટીન કંટાળાજનક લાઇફમાં થોડી રમૂજ, હળવાશ ઉમેરવાનો આશય પણ છે અને એવું નથી કે માત્ર યુવાનો જ આ ડે મનાવે છે, સરકારી ઑફિસોમાં ઉચ્ચ પદ સંભાળતા અધિકારીઓ કે કૉર્પોરેટ કંપનીઓના એક્ઝિક્યુટિવ્સ પણ દર વર્ષે ત્રીજી મેએ પૅન્ટ પહેર્યા વિના ઑફિસ આવે છે.