Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લગ્ન પછી સામે આવ્યો રાખી સાવંતનો ફોટો, લોકોએ પૂછ્યુ- પ્રેગ્રનેન્ટ છે?

લગ્ન પછી સામે આવ્યો રાખી સાવંતનો ફોટો, લોકોએ પૂછ્યુ- પ્રેગ્રનેન્ટ છે?

25 August, 2019 05:22 PM IST |

લગ્ન પછી સામે આવ્યો રાખી સાવંતનો ફોટો, લોકોએ પૂછ્યુ- પ્રેગ્રનેન્ટ છે?

લગ્ન પછી સામે આવ્યો રાખી સાવંતનો ફોટો, લોકોએ પૂછ્યુ- પ્રેગ્રનેન્ટ છે?


બોલીવુડની ડ્રામા ક્વીન તરીકે ફેમસ રાખી સાવંત તેના લગ્ન, હનીમૂન અને પ્રેગ્નેન્સીને ચર્ચાઓમાં છે. પહેલા રાખી સાવંતે તેના લગ્નની જાહેરાત કરીને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું. રાખીએ એમ પણ કહ્યું હતું કે, તે એકલી હનીમૂન જશે. હાલમાં જ રાખી સાવંતે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો હતો. ફોટો જોઈને લોકો સવાલ પૂછી રહ્યાં છે કે,પ્રેગ્નેન્ટ તો નથી?

રાખી સાવંતે લગ્ન વિશે જાહેરાત કર્યાના થોડા દિવસ પછી ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે. ફોટોમાં એક પેઈન્ટિંગ છે જેમાં એક મહિલા નાના બાળકને કિસ કરી રહી છે. કહેવુ મુશ્કેલ છે કે રાખી સાવંતે આ પોસ્ટ કેમ મુકી છે પરંતુ ફોટોને લઈને તેના ફેન્સ અલગ અલગ સવાલ પૂછી રહ્યાં છે. ફોટો સાથે રાખી સાવંતે કેપ્શન આપ્યું નથી એટલે કોઈ પણ અંદાજ લગાવવો મુશ્કેલ છે.



 
 
 
View this post on Instagram

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) onAug 22, 2019 at 11:58am PDT


આ ફોટો સૌથી વધારે લોકો પ્રેગ્નેન્સી તરફ ઈશારો કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે, રાખી સાવંત લગ્ન પછી પ્રેગ્નેન્ટ હોવાનું નાટક કરી રહી છે. કેટલાક ફેન્સે રાખી સાવંતને પ્રેગ્નેન્ટ હોવા માટે શુભેચ્છાઓ આપી છે જો કે રાખી સાવંત તરફથી કોઈ પણ કમેન્ટ આવી નથી. રાખી સાવંતે પૂર્વ નાણા પ્રધાન અરૂણ જેટલીના નિધન પર કમેન્ટ કરી હતી જેના કારણે ટ્રોલ થઈ હતી.


આ પણ વાંચો: Neha Dhupia: પતિ સાથે આવી રીતે સમય પસાર કરી રહી છે નેહા ધુપિયા

આ પહેલા રાખીએ એક વીડિયો શૅર કર્યો અને કેપ્શન આપ્યું હતું કે, હું ઘણી ખુશ છું કે આવતા અઠવાડિયે લંડન, બર્મિઘમ અને પછી ખબર નહી ક્યા-કયા જઈ રહી છું. હું હનીમૂન માટે જઈ રહી છુ પરંતુ એકલા. રાખી સાવંતે 28 જુલાઈએ મુંબઈની હોટલમાં ખાનગીમાં લગ્ન કર્યા હતાં. રાખીના પતિનું નામ રિતેષ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસ પહેલા રાખીએ દીપક કલાલ સાથે લગ્નની જાહેરાત કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

25 August, 2019 05:22 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK