Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરતી પરિણીતી

પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરતી પરિણીતી

02 March, 2019 10:20 AM IST |

પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરતી પરિણીતી

દેખતે રહ જાઓગે - પરિણીતી ચોપડા ગુરુવારે રાતે દિલ્હીમાં એક ઇવેન્ટમાં જોવા મળી હતી. આ ઇવેન્ટમાં તેના ચહેરાના અલગ-અલગ હાવભાવ જોવા મળ્યા હતા.

દેખતે રહ જાઓગે - પરિણીતી ચોપડા ગુરુવારે રાતે દિલ્હીમાં એક ઇવેન્ટમાં જોવા મળી હતી. આ ઇવેન્ટમાં તેના ચહેરાના અલગ-અલગ હાવભાવ જોવા મળ્યા હતા.


પરિણીતી ‘બહેતર ઇન્ડિયા’ કૅમ્પેનની બ્રૅન્ડ ઍમ્બૅસૅડર છે. પર્યાવરણના રક્ષણની વાત કરતાં પરિણીતીએ કહ્યું હતું કે ‘મને દરિયો અને સ્કુબા ડાઇવિંગ ખૂબ ગમે છે. હું પાણીની અંદર ખાસ્સો સમય વિતાવું છું. પ્લાસ્ટિકના કારણે દરિયાની જે હાલત થઈ છે એને હું વર્ણવી નથી શકતી. આપણે એક પ્લાસ્ટિકની બૉટલ લઈએ છીએ અને એને વિચાર્યા વગર જ્યાં-ત્યાં ફેંકી દઈએ છીએ. ત્યાર બાદ એ કચરો બીજે ક્યાંક જમા થાય છે. ખૂબ જ દુ:ખની વાત એ છે કે આવી વસ્તુઓને કારણે દરિયો ઊભરાઈ રહ્યો છે. હું મુંબઈની છું. પ્લાસ્ટિક જ્યાં-ત્યાં જમા થઈ જવાથી ડ્રેનેજ લાઇન બ્લૉક થઈ જાય છે અને આપણને દર વર્ષે પૂર જેવી સ્થિતિનો સામનો કરવો પડે છે. ટીપે-ટીપે સરોવર ભરાય છે. આ કહેવત પ્રમાણે દરેકે આપણી ધરતીને રહેવા યોગ્ય બનાવવા માટે પ્રયાસ કરવો જોઈએ. એમાં દરેકની ભાગીદારી ખૂબ જરૂરી છે. હું એવી કોઈ વસ્તુનો ઉપયોગ નહીં કરું જેનાથી આપણા પર્યાવરણને હાનિ પહોંચે. જાહેરમાં જો કોઈ કચરો ફેંકે તો હું તેમને ચોક્કસ ઠપકો આપું છું.’



હૉલીવુડ ધ ગર્લ ઑન ધ ટ્રેનની રીમેકમાં જૅકલિનને બદલે જોવા મળશે પરિણીતી


હૉલીવુડની ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’ની રીમેકને જૅકલિન ફર્નાન્ડિસે છોડતાં હવે પરિણીતી ચોપડા એમાં જોવા મળશે. જૅકલિન આ ફિલ્મને કરવા માટે તૈયાર હતી, પરંતુ તારીખો ન મળતાં તેણે આ ફિલ્મ છોડવી પડી છે. ‘જુડવા ૨’બાદ જૅકલિનને કૉમેડી ફિલ્મ કરવી હતી અને આ ફિલ્મ તેને પસંદ પડે એવી જ હતી. જૅકલિને હવે ‘ચશ્મે બદ્દૂર’ની સીક્વલને સાઇન કરી છે. આ ફિલ્મ સાથેની તારીખો ટકરાતાં તે હવે એક જ ફિલ્મ કરશે. હૉલીવુડની ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’ની રીમેકની વાત કરીએ તો ફિલ્મના ઍમિલી બ્લન્ટનું પાત્ર પરિણીતી ભજવવાની છે. ફિલ્મના અન્ય કલાકારોની શોધ ચાલી રહી છે.

આ પણ વાંચો : કાર્તિક અને સારા ફાઇનલી જોવા મળશે લવ આજ કલની સીક્વલમાં


આ ફિલ્મ એક એવી છોકરીની આસપાસ ફરે છે જે દરરોજ ટ્રેનમાં પ્રવાસ કરે છે અને ડિપ્રેશનનો શિકાર બને છે. જોકે, એક દિવસ એવો આવે છે જ્યારે તેની લાઇફ બદલાઈ જાય છે. આ ફિલ્મની રીમેકનું ડિરેક્શન ‘તીન’નો ડિરેક્ટર રિભુ દાસ ગુપ્તા કરવાનો છે. તે હાલમાં વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની ‘બાર્ડ ઑફ બ્લડ’ના શૂટિંગ અને એડિટિંગમાં વ્યસ્ત છે.

Whatsapp-channel Whatsapp-channel

02 March, 2019 10:20 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK