Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિગ્ગજ અભિનેતા કાદર ખાનનું નિધન

દિગ્ગજ અભિનેતા કાદર ખાનનું નિધન

01 January, 2019 01:34 PM IST |

દિગ્ગજ અભિનેતા કાદર ખાનનું નિધન

કાદર ખાનને તેમના અભિનય માટે જ નહીં પણ તેમની લેખન શૈલી માટે પણ હંમેશા યાદ કરાશે. તેમની મૃત્યુને લઈને કેટલીય અફવાઓ પણ ફેલાઈ.

કાદર ખાનને તેમના અભિનય માટે જ નહીં પણ તેમની લેખન શૈલી માટે પણ હંમેશા યાદ કરાશે. તેમની મૃત્યુને લઈને કેટલીય અફવાઓ પણ ફેલાઈ.


દિગ્ગજ અભિનેતા કાદર ખાનનું નિધન થઈ ગયું છે. 81 વર્ષના ખાન પોતાના દિકરા સરફરાજની સાથે કેનેડામાં રહેતા હતા. શુક્રવારે ખબર આવી હતી કે તેઓ ગંભીરપણે બીમાર થયા અને તેને લીધે તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. 81 વર્ષના કાદર ખાન પ્રોગ્રેસિવ સુપ્રાન્યૂક્લીયર પાલ્સી ડિસઑર્ડર (પીએસપી)ના શિકાર થયા અને આ કારણે તેમનું મગજ કામ કરતું અટકી ગયું.

આ સમાચાર બાદ બૉલીવુડ આખું આઘાતમાં છે. લગભગ એક દાયકાથી સમાચારોથી દૂર અભિનેતા કાદર ખાનનું બાળપણ ખૂબ જ સંઘર્ષભર્યું રહ્યું, તેના પછીના સમયમાં તેમણે સંપૂર્ણ લગનથી તેમજ સમર્પણ ભાવથી બૉલીવુડમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી. ફક્ત અભિનેતા જ નહીં પણ લેખક તરીકે પણ તેમનો એક જુદો જ રંગ દેખાયો. એક સમય એવો પણ હતો જ્યારે અમિતાભ બચ્ચનના સંવાદો પણ સ્વયં કાદર ખાને લખ્યા હોય.



અભિનેતારૂપે 1973માં પોતાના કરિયરની શરૂઆત કરતાં કાદર ખાને સતત 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. જેમાં તેમની ડેબ્યુ ફિલ્મ 'દાગ' સિવાય 'ખૂન પસીના', 'બુલંદી', 'નસીબ', 'યારાના', 'સત્તે પે સત્તા', 'હિમ્મતવાલા', 'ઘર સંસાર'થી લઈને 'હીરો નંબર 1' સુધી દરેક પ્રકારની ફિલ્મ તેમણે કરી. વિલનથી લઈને ચરિત્ર અભિનેતા અને હાસ્ય કલાકાર સુધી તેમણે દરેક ક્ષેત્રે પોતાના અભિનયના પાસાં બતાવ્યા અને પોતાના રંગો મોટા પડદા પર જીવંત કર્યા. અભિનય સિવાય તેમણે 250 ફિલ્મોમાં સંવાદ પણ લખ્યા છે. કાદર ખાનના કરિયરની શરૂઆત થિયેટરથી થઈ. થિયેટર શરૂ કર્યાના અમુક જ મહિનામાં કાદર ખાન પોતાના કામને કારણે ઘણા લોકપ્રિય બન્યા. દરમિયાન જ એક મંડળીવાળી તેમની પાસે આવી અને કહ્યું કે તે તેમના કાર્યક્રમમાં આવીને અભિનય કરે. કાદર ખાન ત્યાં ગયા અને બન્યું એવું કે બેસ્ટ એક્ટરથી લઈને બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ રાઈટરનો પુરસ્કાર જીતીને કાદર ખાને તહલકો મચાવી દીધો. બૉલીવુડના કેટલાય ફિલ્મકારો આ નાટક જોવા પહોંચ્યાં હતાં અને ત્યાં જ કાદર ખાનને એક ફિલ્મ 'જવાની દીવાની'માં સંવાદ લખવાનું કામ મળી ગયું. આ વાત વર્ષ 1972ની છે.


તેના પછી તેમણે 'બેનામ', 'રોટી', 'અમર અકબર એંથની', 'પરવરિશ', 'મુકદ્દર કા સિકંદર', 'સુહાગ', 'નટવરલાલ', 'યારાના', 'લાવારિસ'થી લઈને 'જેસી કરની વેસી ભરની' સહિત 250 ફિલ્મો માટે લખ્યું છે. રાજેશ ખન્નાની સુપરહિટ ફિલ્મ 'રોટી' માટે તેમને 1974માં એક લાખ વીસ હજારની રકમ મળી હતી. આ રકમ તે વખતે ખૂબ વધુ માનવામાં આવતી હતી. 'અંગાર' અને 'મેરી આવાજ સુનો' માટે ફિલ્મ ફેર તરફથી બેસ્ટ સંવાદ માટે પુરસ્કાર જીતવાવાળા કાદર ખાનને 10 વાર ફિલ્મફેર બેસ્ટ કૉમેડિયનના એવોર્ડ માટે પણ પસંદગી કરવામાં આવી હતી.

 


આ પણ વાંચો : ભારતીય સશસ્ત્ર દળે કરી ઉરીના ટ્રેલર અને ડિજિટલ યુનિટની સરાહના

 

હિન્દી સિનેમામાં તેમનું યોગદાન જોતાં વર્ષ 2013માં તેમને સાહિત્ય શિરોમણી પુરસ્કાર પણ આપવામાં આવ્યું. કાદર ખાને નિર્માતા તરીકે પણ એક ફિલ્મ બનાવી હતી સાથે જ નાના પડદા પર પણ તેમનો અક શૉ હસના મત ઘણો લોકપ્રિય રહ્યો. કાદર ખાન ખરેખર એક જીનિયલ હતા. તેમનો જેવો કલાકાર કદાચ જ કોઈ હોઈ શકે.....

Whatsapp-channel Whatsapp-channel

01 January, 2019 01:34 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK