Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભારતીય સશસ્ત્ર દળે કરી ઉરીના ટ્રેલર અને ડિજિટલ યુનિટની સરાહના

ભારતીય સશસ્ત્ર દળે કરી ઉરીના ટ્રેલર અને ડિજિટલ યુનિટની સરાહના

31 December, 2018 02:32 PM IST |

ભારતીય સશસ્ત્ર દળે કરી ઉરીના ટ્રેલર અને ડિજિટલ યુનિટની સરાહના

ફિલ્મ ઉરીનું એક દ્રશ્ય

ફિલ્મ ઉરીનું એક દ્રશ્ય


11 જાન્યુઆરીએ રિલીઝ થનારી વિક્કી કૌશલની ફિલ્મ 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક'ને ભારતીય સશસ્ત્ર દળ તરફથી પ્રશંસા મળી રહી છે. તાજેતરમાં જ રિલીઝ થયેલા ફિલ્મના ટ્રેલરને દર્શકોની સાથે સાથે ભારતીય સશસ્ત્ર દળે પણ પસંદ કર્યું છે. ભારતીય સશસ્ત્ર દળ દ્વારા ફિલ્મના અત્યાર સુધીના કન્ટેન્ટને લીલી ઝંડી આપી દેવાઈ છે.

ભારતીય સૈન્યના ઇતિહાસની સૌથી મોટી ઘટનાઓમાંની એકને સિલ્વર સ્ક્રીન પર મૂક્તા રોની સ્ક્રૂવાલાએ પાકિસ્તાન પર થયેલી સર્જિકલ સ્ટ્રાઈકના હુમલાની વાસ્તવિક્તા દર્શાવી છે.



ટ્રેલરની શરૂઆતની ફિલ્મની સ્ટોરીના બેકગ્રાઉન્ડ સાથે થાય છે. જેમાં કહેવાયું છે કે, '18 સપ્ટેમ્બર, 2016ના રોજ કાશ્મીર સ્થિતિ ઉરી બેઝ પર 19 ભારતીય સૈનિકો શહી થયા હતા. બે દાયકાના સૌથી ઘાતક હુમલાનો બદલો લેવાનો દ્રઢ સંકપ્લ લેતા સૈન્યના એક અધિકારી વિહાન સિંહ શેરગિલની ભૂમિકામાં વિક્કી કૌશલ દુશ્મોને નેસ્તનાબૂદ કરવા અને પોતાના તમામ જવાનોને સુરક્ષિત ઘરે લાવવાનો સંકલ્પ લાવતા દેખાય છે.'


નિર્માતોએએ રિલીઝ કરેલા ફિલ્મના ટ્રેલર અને બાકીના ડિજિટલ યુનિટને જોતા સ્પષ્ટ થયું છે કે આદિત્ય ધરે ડિરેક્ટ કરેલી ઉરી ભારતીય સશસ્ત્ર દળો માટે મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંની એક છે. મોટા પડદા પર પોતાનું જીવન ફરી જોઈને સૈન્યના જવાનો પ્રભાવિત થયા છે.


Whatsapp-channel Whatsapp-channel

31 December, 2018 02:32 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK