આલિયા ભટ્ટ ફરી ગાશે ગીત, આ ફિલ્મ માટે બનશે પ્લે બેક સિંગર

Published: Jul 12, 2019, 19:12 IST | મુંબઈ

બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજકાલ પોતાની ફિલ્મ સડક 2ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મને તેના પિતા મહેશ ભટ્ટ ડિરેક્ટ કરી રહ્યા છે. આલિયા ભટ્ટ પહેલીવાર પોતાના પિતા સાથે કામ કરી રહી છે.

બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજકાલ પોતાની ફિલ્મ સડક 2ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મને તેના પિતા મહેશ ભટ્ટ ડિરેક્ટ કરી રહ્યા છે. આલિયા ભટ્ટ પહેલીવાર પોતાના પિતા સાથે કામ કરી રહી છે. ફિલ્મમાં આલિયા ભટ્ટની મોટી બહેન પૂજા ભટ્ટ પણ સ્ક્રીન શૅર કરતી દેખાશે. ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં શરૂ થઈ ચૂક્યુ છે અને બીજું શેડ્યુલ ઉંટીમાં શૂટ કરવામાં આવશે. આ ફિલ્મમાં જ આલિયા ભટ્ટ પ્લેબેક સિંગર બનવા જઈ રહી છે.

આલિયા ભટ્ટ એક શાનદાર એક્ટ્રેસ હોવાની સાથે સાથે સિંગર પણ છે. રિપોર્ટ્સની વાત માનીએ તો તે ફિલ્મ માટે મુંબઈમાં આ જ અઠવાડિયામાં એક ગીત રેકોર્ડ કરવાની છે. આ ગીતનો બેકગ્રાઉન્ડ સ્કોર જીત ગાંગુલી આપશે. હાલ ગીતના લિરિક્સ પર કામ ચાલી રહ્યું છે. જીત આલિયાનો અવાજ અને લય સમજવા ઈચ્છતા હતા, એટલે તેમણે આ ગીતનો એક ભાગ રેકોર્ડ કરવાનું નક્કી કર્યું. મહેશ ભટ્ટની દેખરેખમાં ગીતના લિરિક્સ લખાઈ રહ્યા છે.

રિપોર્ટ્સની વાત માનીએ તો આ એક રોમેન્ટિક સોંગ હશે, જે ફિલ્મના મુખ્ય સમયે આવશે. એટલે આ ગીત માટે ખુદ મહેશ ભટ્ટ ધ્યાન આપી રહ્યા છે. આગામી મહિને ઓગસ્ટમાં ઉટીનું શેડ્યુલ પુરુ થયા બાદ આ ગીતનો ફાઈનલ ટ્રેક રેકોર્ડ કરવામાં આવશે. આલિયા અને પૂજા ભટ્ટ ઉપરાંત આ ફિલ્મમાં સંજય દત્ત અને આદિત્ય રોય કપૂર મુખ્ય ભૂમિકામાં દેખાશે.

આ પણ વાંચોઃ પ્રાણઃ ક્રિકેટ જોવા સવારે 5 વાગે લાઈનમાં ઉભા રહેતા હતા 'શેર ખાન'

ઉલ્લેખનીય છે કે સડક 90ના દાયકમાં રિલીઝ થયેલી સુપરહિટ રોમેન્ટિક થ્રિલર ફિલ્મ છે, જેની સ્ટોરી એક ટેક્સી ડ્રાઈવર અને એક એવી મહિલાની છે, જેને કોલગર્લ બનવા માટે મજબૂર કરાય છે. પૂજા ભટ્ટ અને સંજય દત્ત આ ફિલ્મમાં લીડ રોલમાં હતા. તો ફિલ્મની સિક્વલ સડક 2 એક ડ્રામા બેઝડ ફિલ્મ હશે, જેમાં ડિપ્રેશનની સમસ્યા અને પ્રેમ પર ભાર મૂકાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK