Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બોલો, ૨૭ વર્ષના યુવકને પીત્ઝા કે બર્ગર નહીં, પણ કાચ ખાવામાં મજા પડી રહી છે

બોલો, ૨૭ વર્ષના યુવકને પીત્ઝા કે બર્ગર નહીં, પણ કાચ ખાવામાં મજા પડી રહી છે

08 May, 2024 10:13 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ યુવકે પહેલી વાર એક પુસ્તકમાં ‘ગ્લાસ ઈટિંગ’ વિશે સાંભળ્યું હતું.

સ્ટૅન્ડઅપ કૉમેડિયન જોશ

અજબ ગજબ

સ્ટૅન્ડઅપ કૉમેડિયન જોશ


કોઈ વ્યક્તિના ખાનપાનની ખરાબ આદતો વિશે વાત થાય ત્યારે મોટા ભાગે જન્ક ફૂડનું નામ પહેલાં લેવાય છે, પણ ૨૭ વર્ષના એક યુવકને તો બહુ વિચિત્ર વ્યસન છે. વ્યવસાયે એક સ્ટૅન્ડઅપ કૉમેડિયન જોશને કાચના ટુકડા ખાવાનું બહુ ગમે છે. જોશભાઈને કાચ ખાવાનો આવો અજીબ જોશ ક્યાંથી આવ્યો એવો સવાલ કોઈને પણ થાય. આ યુવકે પહેલી વાર એક પુસ્તકમાં ‘ગ્લાસ ઈટિંગ’ વિશે સાંભળ્યું હતું. પહેલાં તો તે કાચ ખાવામાં ડરતો હતો, પણ પછી તેને આ બહુ સરળ લાગ્યું. જોશની આદતથી તેની મંગેતર પણ ચોંકી ગઈ હતી. જોશનું કહેવું છે કે ‘જ્યારે પણ હું કાચ ખાઉં છું ત્યારે મને સારી લાગણી થાય છે. સામાન્ય રીતે હું શૅમ્પેન ગ્લાસ, વાઇન ગ્લાસ, લાઇટ બલ્બ ખાઉં છું જે પાતળા હોય છે.’  જોશની આ આદતથી તેના હોઠ અને પેઢામાં ઈજા થઈ છે અને હવે તે આ આદત છોડવાનો પ્રયત્ન કરી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 10:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK