પ્રાણઃ ક્રિકેટ જોવા સવારે 5 વાગે લાઈનમાં ઉભા રહેતા હતા 'શેર ખાન'

Jul 12, 2019, 10:43 IST
 • પ્રાણનું આખું નામ પ્રાણ કિશન સિકંદ હતું. તેમનો જન્મ 12 ફેબ્રુઆરી 1920ના રોજ દિલ્હીમાં થયો હતો.

  પ્રાણનું આખું નામ પ્રાણ કિશન સિકંદ હતું. તેમનો જન્મ 12 ફેબ્રુઆરી 1920ના રોજ દિલ્હીમાં થયો હતો.

  1/22
 • પ્રાણે પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત 1940માં કરી હતી. ભારત-પાકિસ્તાનના ભાગલા પહેલા તેઓ 22 ફિલ્મો કરી ચૂક્યા હતા. જેમાંની મોટા ભાગની ફિલ્મો 1947માં રિલીઝ થઈ હતી.

  પ્રાણે પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત 1940માં કરી હતી. ભારત-પાકિસ્તાનના ભાગલા પહેલા તેઓ 22 ફિલ્મો કરી ચૂક્યા હતા. જેમાંની મોટા ભાગની ફિલ્મો 1947માં રિલીઝ થઈ હતી.

  2/22
 • પાર્ટિશન બાદ પ્રાણ મુંબઈ આવ્યા અને 8 મહિનાની સ્ટ્રગલ બાદ તેમને ફિલ્મ ઝિદ્દીમાં રોલ મળ્યો હતો.

  પાર્ટિશન બાદ પ્રાણ મુંબઈ આવ્યા અને 8 મહિનાની સ્ટ્રગલ બાદ તેમને ફિલ્મ ઝિદ્દીમાં રોલ મળ્યો હતો.

  3/22
 • ફિલ્મ ઝિદ્દી બાદ પ્રાણે ક્યારેય પાછું વાળીને જોયું નથી. ઝિદ્દી બાદ પ્રાણે ઝંઝીર, રામ ઓર શ્યામ, અમર અકબર એન્થની, ઉપકાર, જ્હોની મેરા નામ, ડોન જેવી ફિલ્મો કરી. જે તમામ હિટ રહી હતી. પ્રાણ પોતાની કરિયરમાં 350થી વધુ ફિલ્મ કરી ચૂક્યા છે.

  ફિલ્મ ઝિદ્દી બાદ પ્રાણે ક્યારેય પાછું વાળીને જોયું નથી. ઝિદ્દી બાદ પ્રાણે ઝંઝીર, રામ ઓર શ્યામ, અમર અકબર એન્થની, ઉપકાર, જ્હોની મેરા નામ, ડોન જેવી ફિલ્મો કરી. જે તમામ હિટ રહી હતી. પ્રાણ પોતાની કરિયરમાં 350થી વધુ ફિલ્મ કરી ચૂક્યા છે.

  4/22
 • પ્રાણ સૌથી વધુ નેગેટિવ રોલ્સમાં લોકપ્રિય થતા હતા. 50-60ના દાયકામાં લોકો પોતાના બાળકને ડરાવવા માટે પ્રાણના નામનો ઉપયોગ કરતા હતા.

  પ્રાણ સૌથી વધુ નેગેટિવ રોલ્સમાં લોકપ્રિય થતા હતા. 50-60ના દાયકામાં લોકો પોતાના બાળકને ડરાવવા માટે પ્રાણના નામનો ઉપયોગ કરતા હતા.

  5/22
 • ખૂબ જ ઓછા લોકોને ખ્યાલ છે કે પ્રાણે સૌથી પહેલી એક્ટિંગ રામલીલામાં શરૂ કરી હતી. જેમાં તેમણે સીતાનું પાત્ર ભજવ્યું હતું.

  ખૂબ જ ઓછા લોકોને ખ્યાલ છે કે પ્રાણે સૌથી પહેલી એક્ટિંગ રામલીલામાં શરૂ કરી હતી. જેમાં તેમણે સીતાનું પાત્ર ભજવ્યું હતું.

  6/22
 • સિનેમા સિવાય પ્રાણને રમતગમતનો ખૂબ જ શોખ હતો. સ્કૂલ લાઈફમાં પ્રાણ હોકી રમતા હતા.

  સિનેમા સિવાય પ્રાણને રમતગમતનો ખૂબ જ શોખ હતો. સ્કૂલ લાઈફમાં પ્રાણ હોકી રમતા હતા.

  7/22
 • મુંબઈ આવ્યા બાદ પ્રાણે બોમ્બે ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયાના મેમ્બર બન્યા હતા. અને તે પોતાના પ્રોડ્યુસર ડિરેક્ટર ફ્રેન્ડ રામ કમલાની સાથે મેચ જોવા જતા હતા. પ્રાણની મેચ જોવા માટે બેસવાની સીટ નક્કી હતી, આ સીટ મેળવવા તે સવારે 5 વાગે લાઈનમાં ઉભા રહી જતા હતા.

  મુંબઈ આવ્યા બાદ પ્રાણે બોમ્બે ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયાના મેમ્બર બન્યા હતા. અને તે પોતાના પ્રોડ્યુસર ડિરેક્ટર ફ્રેન્ડ રામ કમલાની સાથે મેચ જોવા જતા હતા. પ્રાણની મેચ જોવા માટે બેસવાની સીટ નક્કી હતી, આ સીટ મેળવવા તે સવારે 5 વાગે લાઈનમાં ઉભા રહી જતા હતા.

  8/22
 • પ્રાણને ક્રિકેટનો એટલો શોખ હતો કે પાંચ દિવસની ટેસ્ટ મેચ જોવા માટે તે પાંચેય દિવસ હાજર રહેતા હતા. એટલું જ નહીં હોકી અને ફૂટબોલ મેચ જોવા માટે પણ પ્રાણ પહોંચી જતા હતા.

  પ્રાણને ક્રિકેટનો એટલો શોખ હતો કે પાંચ દિવસની ટેસ્ટ મેચ જોવા માટે તે પાંચેય દિવસ હાજર રહેતા હતા. એટલું જ નહીં હોકી અને ફૂટબોલ મેચ જોવા માટે પણ પ્રાણ પહોંચી જતા હતા.

  9/22
 • આખરે ડિરેક્ટર અખ્તર હુસૈનના કારણે પ્રાણ ફૂટબોલ ફિલ્ડ પર આવ્યા હતા. તે સમયે પ્રાણ અખ્તર હુસૈનની ફિલ્મ પ્યાર કી બાતેં કરી રહ્યા હતા. એક ઈન્ટરવ્યુમાં પ્રાણે કહ્યું હતું કે અખ્તર હુસૈન હંમેશા 4-4.30 એ પેક અપ કરી લેતા, કારણ કે તેમને ફૂટબોલ રમવા જવું હતું. તેમની પોતાની ક્લબ હતી. એક દિવસ હું પણ તેની સાથે મેચ જોવા ગયો અને તેમની ક્લબનો મેમ્બર બની ગયો'

  આખરે ડિરેક્ટર અખ્તર હુસૈનના કારણે પ્રાણ ફૂટબોલ ફિલ્ડ પર આવ્યા હતા. તે સમયે પ્રાણ અખ્તર હુસૈનની ફિલ્મ પ્યાર કી બાતેં કરી રહ્યા હતા. એક ઈન્ટરવ્યુમાં પ્રાણે કહ્યું હતું કે અખ્તર હુસૈન હંમેશા 4-4.30 એ પેક અપ કરી લેતા, કારણ કે તેમને ફૂટબોલ રમવા જવું હતું. તેમની પોતાની ક્લબ હતી. એક દિવસ હું પણ તેની સાથે મેચ જોવા ગયો અને તેમની ક્લબનો મેમ્બર બની ગયો'

  10/22
 • પ્રાણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મને ફૂટબોલનો એટલો શોખ હતો કે મારે પોતની ટીમ બનાવવી હતી. આ માટે મેં રાજકપૂરજી સાથે વાત પણ કરી હતી. બાદમાં 1959માં અમે બોમ્બે ડાયનામોઝ ફૂબોલ ક્લબ બનાવી. જેમાં છ સબ્યો એવા હતા જે ઈન્ડિયાને ઓલિમ્પિક્સમાં રિપ્રેઝન્ટ કરી ચૂક્યા હતા.

  પ્રાણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મને ફૂટબોલનો એટલો શોખ હતો કે મારે પોતની ટીમ બનાવવી હતી. આ માટે મેં રાજકપૂરજી સાથે વાત પણ કરી હતી. બાદમાં 1959માં અમે બોમ્બે ડાયનામોઝ ફૂબોલ ક્લબ બનાવી. જેમાં છ સબ્યો એવા હતા જે ઈન્ડિયાને ઓલિમ્પિક્સમાં રિપ્રેઝન્ટ કરી ચૂક્યા હતા.

  11/22
 • પાર્ટિશન પહેલા પ્રાણ લાહોરમાં એક્ટિંગ કરતા હતા. જો કે ભાગલા પડ્યા તેના માત્ર એક સપ્તાહ પહેલા તે એક બેગ ભરીને કપડા લઈને ઈન્દોર આવી ગયા હતા.

  પાર્ટિશન પહેલા પ્રાણ લાહોરમાં એક્ટિંગ કરતા હતા. જો કે ભાગલા પડ્યા તેના માત્ર એક સપ્તાહ પહેલા તે એક બેગ ભરીને કપડા લઈને ઈન્દોર આવી ગયા હતા.

  12/22
 • પ્રાણ ઈન્દોર આવ્યા તે બાદ લાહોરમાં કોમી રમખાણ શરૂ થઈ ગયા હતા. તે સમયે પ્રાણે મિત્રો પાસેથી પૈસા ઉધાર લઈને મુંબઈમાં કામની શોધ આદરી હતી.

  પ્રાણ ઈન્દોર આવ્યા તે બાદ લાહોરમાં કોમી રમખાણ શરૂ થઈ ગયા હતા. તે સમયે પ્રાણે મિત્રો પાસેથી પૈસા ઉધાર લઈને મુંબઈમાં કામની શોધ આદરી હતી.

  13/22
 • જો કે તે સમયે પણ પ્રાણે પોતાની સ્ટાઈલ પ્રમાણે પૈસા ન હોવા છતાંય પરિવાર માટે હોટેલ તાજ બુક કરાવી હતી.

  જો કે તે સમયે પણ પ્રાણે પોતાની સ્ટાઈલ પ્રમાણે પૈસા ન હોવા છતાંય પરિવાર માટે હોટેલ તાજ બુક કરાવી હતી.

  14/22
 • ભારત આઝાદ થયું તે સમયે 15 ઓગસ્ટે પ્રાણ પોતાના પરિવાર સાથે ખુલ્લી જીપમાં ઉજવણી જોવા માટે નીકળ્યા હતા.

  ભારત આઝાદ થયું તે સમયે 15 ઓગસ્ટે પ્રાણ પોતાના પરિવાર સાથે ખુલ્લી જીપમાં ઉજવણી જોવા માટે નીકળ્યા હતા.

  15/22
 • પ્રાણે બોલીવુડમાં લગભગ 6 દાયકા સુધી એક્ટિંગ કરી છે.

  પ્રાણે બોલીવુડમાં લગભગ 6 દાયકા સુધી એક્ટિંગ કરી છે.

  16/22
 • પ્રાણને 1867, 1969 અને 1972માં ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

  પ્રાણને 1867, 1969 અને 1972માં ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

  17/22
 • પ્રાણે પહેલી વખત વિલનનો રોલ 1940માં પંજાબી ફિલ્મ યમલા જટમાં કર્યો હતો. શરૂઆતમાં પ્રાણ ફોટગ્રાફર બનવા ઈચ્છતા હતા. પરંતુ નસીબને કંઈક અલગ જ મંજુર હતું.

  પ્રાણે પહેલી વખત વિલનનો રોલ 1940માં પંજાબી ફિલ્મ યમલા જટમાં કર્યો હતો. શરૂઆતમાં પ્રાણ ફોટગ્રાફર બનવા ઈચ્છતા હતા. પરંતુ નસીબને કંઈક અલગ જ મંજુર હતું.

  18/22
 • 2001માં પ્રાણને પદ્મભૂષણથી સન્માનિત કરાયા હતા. 2013માં તેમને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મળ્યો હતો.

  2001માં પ્રાણને પદ્મભૂષણથી સન્માનિત કરાયા હતા. 2013માં તેમને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મળ્યો હતો.

  19/22
 • 2010માં CNN દ્વારા એશિયાના ટોપ 25 એક્ટર્સમાં પ્રાણનો સમાવેશ કરાયો હતો.

  2010માં CNN દ્વારા એશિયાના ટોપ 25 એક્ટર્સમાં પ્રાણનો સમાવેશ કરાયો હતો.

  20/22
 • બોલીવુડ મેગેઝિને પ્રાણનું વિલન ઓફ ધી મિલેનિયમ એવોર્ડથી સન્માન કર્યું છે.

  બોલીવુડ મેગેઝિને પ્રાણનું વિલન ઓફ ધી મિલેનિયમ એવોર્ડથી સન્માન કર્યું છે.

  21/22
 • પ્રાણનો સૌથી ફેમસ રોલ ઝંઝીરમાં શેરખાન તરીકેનો છે. જેનાથી તે વિલન બાદ કેરેક્ટર રોલમાં પણ સફળ થયા હતા. 12 જુલાઈ 2013 આ એ દિવસ હતો જ્યારે બોલીવુડ અને ભારતે એક અદભૂત એક્ટરને ગુમાવી દીધા. 93 વર્ષની વયે પ્રાણનું નિધન થયું હતું. 

  પ્રાણનો સૌથી ફેમસ રોલ ઝંઝીરમાં શેરખાન તરીકેનો છે. જેનાથી તે વિલન બાદ કેરેક્ટર રોલમાં પણ સફળ થયા હતા. 12 જુલાઈ 2013 આ એ દિવસ હતો જ્યારે બોલીવુડ અને ભારતે એક અદભૂત એક્ટરને ગુમાવી દીધા. 93 વર્ષની વયે પ્રાણનું નિધન થયું હતું. 

  22/22
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડના લેજન્ડ એક્ટર પ્રાણની આજે મૃત્યુતિથિ છે, ત્યારે જોઈએ પ્રાણના કેટલાક રૅર અને અનસીન ફોટોઝ અને જાણીએ આ શાનદાર એક્ટરની અજાણી વાતો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK