ભણસાલી સાથે પહેલી વાર કામ કરી રહી છે આલિયા, ગંગૂબાઈની શૂટિંગ શરૂ....

Published: Dec 28, 2019, 18:16 IST | Mumbai Desk

આલિયાએ આ ફિલ્મ સાથે જોડાયેલી પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી છે, જે ખૂબ જ ખાસ છે.

બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલ પોતાની બાયોપિક ફિલ્મને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આલિયા ટૂંક સમયમાં જ 'ગંગૂબાઈ કાઠિયાવાડી' ફિલ્મમાં દેખાવાની છે અને તેણે આ ફિલ્મની શૂટિંગ પણ શરૂ કરી દીધી છે. આલિયાએ આ ફિલ્મ સાથે જોડાયેલી પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી છે, જે ખૂબ જ ખાસ છે.

અત્યાર સુધી પોતાની ફિલ્મી કરિઅરમાં પહેલી વાર આલિયા ભટ્ટ ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી સાથે કામ કરી રહી છે. જણાવીએ કે ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી'ને સંજય લીલા ભણસાલી બનાવી રહ્યા છે. આ ફિલ્મ સાથે જોડાયેલી પહેલી તસવીર આલિયા ભટ્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરી છે. આ તસવીરમાં વેનિટી ડોર દેખાઇ રહ્યો છે અને તેના પર ગંગૂબાઈ લખેલું છે. આ તસવીરને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સાથે જ આલિયાએ કૅપ્શનમાં લખ્યું, "જુઓ આ વર્ષે સાંતાએ મને શું આપ્યું છે..." આલિયાની ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી' આવતાં વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થશે.

 
 
 
View this post on Instagram

Look what Santa gave me this year 📽❤️

A post shared by Alia ☀️ (@aliaabhatt) onDec 27, 2019 at 3:50am PST

તમને જણાવીએ કે સંજય લીલા ભણસાલી ફિલ્મ 'પદ્માવત' પછી ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી' બની રહી છે. તો જો આલિયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે તે કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ 'કલંક'માં જોવા મળી હતી. આલિયાની આ ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી'ની વાત કરીએ તો ગંગૂબાઈ મુંબઇની ઇતિહાસમાં સૌથી વધારે યાદ કરવામાં આવતી મહિલાઓમાંની એક છે. તેણે નાની ઉંમરમાં જ વેશ્યાવૃત્તિ માટે મજબૂર કરવામાં આવી હતી. પછી તે એક અપરાધી તેનો ગ્રાહક બની ગયો. જણાવીએ કે આલિયા પ્રૉફેશનલ લાઇફ સિવાય એક્ટર રણબીર કપૂર સાથે પોતાની લવલાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. ઘણીવાર બન્નેને એકસાથે સ્પૉટ કરવામાં આવે છે. તે આલિયા ઘણીવાર કપૂર ફેમિલી સાથે ખાસ આવસર પર પણ જોવા મળે છે. છેલ્લે ક્રિસમસના અવસરે પણ આલિયાને રણબીર તેની મા નીતૂ કપૂર અને પિતા ઋષિ કપૂર સાથે જોવા મળી હતી. આ દરમિયાન કેટલીય તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.

આ પણ વાંચો : આ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે આ ગુજરાતી અભિનેત્રી

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK