Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગુડ ન્યુઝના શૂટિંગ સાથે કરીના સાથે અક્ષયકુમારની દસ વર્ષની ચૅલેન્જ

ગુડ ન્યુઝના શૂટિંગ સાથે કરીના સાથે અક્ષયકુમારની દસ વર્ષની ચૅલેન્જ

24 January, 2019 12:01 PM IST |

ગુડ ન્યુઝના શૂટિંગ સાથે કરીના સાથે અક્ષયકુમારની દસ વર્ષની ચૅલેન્જ

ગુડ ન્યૂઝમાં અક્ષય કરીના એક સાથે

ગુડ ન્યૂઝમાં અક્ષય કરીના એક સાથે


અક્ષયકુમાર અને કરીના કપૂર ખાને ગઈ કાલથી ‘ગુડ ન્યુઝ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. તેમની છેલ્લી ૨૦૦૯માં આવેલી ‘કમબખ્ત ઇશ્ક’ હતી. ૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘ગબ્બર ઇઝ બૅક’માં કરીનાએ તેની સાથે એક સ્પેશ્યલ ગીતમાં કામ કર્યું હતું.

અક્ષય કરીના કમ્બખ્ત ઈશ્કમાં સાથે દસ વર્ષ પહેલા, 10 years challenge of Akshay kareenaગુડ ન્યુઝના શૂટિંગ સાથે કરીના સાથે અક્ષયકુમારની દસ વર્ષની ચૅલેન્જ



આ અગાઉ પણ તેમણે અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેમની ઑન-સ્ક્રીન કેમિસ્ટ્રી લોકોને પણ ખૂબ પસંદ પડી છે. ‘ગુડ ન્યુઝ’માં તેઓ મૅરિડ કપલની ભૂમિકામાં જોવા મળવાનાં છે. તેમની સાથે દિલજિત દોસંજ અને કિઆરા અડવાણી પણ છે. આ ફિલ્મ ૬ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની સાથે જ અક્ષયકુમારે ઇન્સ્ટાગ્રામ પર કરીના સાથેનો એક ફોટો શૅર કર્યો હતો અને ૧૦ વર્ષની ચૅલેન્જ હેઠળ અક્ષયકુમારે એને કૅપ્શન આપી હતી કે ‘૨૦૦૯થી ૨૦૧૯, ગુડ ન્યુઝ એ છે કે અત્યાર સુધી એટલુંબધું કંઈ બદલાયું નથી અથવા તો અમે એવી આશા રાખી રહ્યા છીએ. અમારા શૂટિંગનો પહેલો દિવસ છે. તમારી શુભેચ્છાની જરૂર છે. અમારી દસ વર્ષની ચૅલેન્જ.’


આ પણ વાંચો : પિતાના દેવાને કારણે કોર્ટ કેસમાં ફસાયો શિલ્પા શેટ્ટી અને તેનો પરિવાર


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2019 12:01 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK