રસ્કિન બૉન્ડે કહ્યું કે ‘ક્યારેક બાળકને પુસ્તક હાથમાં લેવાનો કંટાળો આવે છે.
રસ્કિન બૉન્ડની તસવીર
પ્રસિદ્ધ ભારતીય લેખક રસ્કિન બૉન્ડે ટેક્નૉલૉજીના યુગમાં વાંચનથી વિમુખ થઈ ગયેલાં બાળકોને વાંચન તરફ વાળવા માટે ઑડિયો-બુક્સને મહત્ત્વનું માધ્યમ ગણાવ્યું છે. ૫૦૦થી વધુ શૉર્ટ સ્ટોરીઝ, નિબંધ અને નૉવેલ્સ લખનારા રસ્કિન બૉન્ડે તાજેતરમાં ૯૦ વર્ષ પૂરાં કર્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે ઑડિયો-બુક્સ સાંભળીને બાળકો વાર્તા સાંભળવા પ્રેરાય છે અને તેઓ વાંચન તરફ આકર્ષાય છે. ઑડિયો બુક પ્લૅટફૉર્મ ઑડિબલ પર રસ્કિન બૉન્ડની ૨૫ લોકપ્રિય વાર્તાઓ મૂકવામાં આવી છે. રસ્કિન બૉન્ડે કહ્યું કે ‘ક્યારેક બાળકને પુસ્તક હાથમાં લેવાનો કંટાળો આવે છે. જો કોઈ તેમને બુક કે ઑડિયો-બુકમાંથી સ્ટોરી વાંચી સંભળાવે તો એનાથી બાળકમાં રસ જાગે છે. એક વાર ઇન્ટરેસ્ટ પેદા થાય તો તે પોતાની મેળે પુસ્તકો વાંચવાનું શરૂ કરશે.’

