Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી' જોયા બાદ ટ્વિંકલ ખન્ના થઈ ભાવવિભોર

અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી' જોયા બાદ ટ્વિંકલ ખન્ના થઈ ભાવવિભોર

22 March, 2019 06:19 PM IST |

અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી' જોયા બાદ ટ્વિંકલ ખન્ના થઈ ભાવવિભોર

ટ્વિંકલ ખન્નાનો ભાવુક મેસેજ

ટ્વિંકલ ખન્નાનો ભાવુક મેસેજ


અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના સામાન્ય રીતે ક્યારેય પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી અક્ષય કુમારની ફિલ્મોનું પ્રમોશન કરતી નથી, પણ કેસરીએ ટ્વિંકલ ખન્નાને એટલી બધી ઇમોશનલ કરી દીધી કે તે આ ફિલ્મ વિશે સોશિયલ મીડિયા પર લખવા પર મજબૂર થઈ ગઈ.

બુધવારે રાતે અક્ષય કુમારે પરિવાર અને મિત્રો માટે કેસરીની સ્ક્રીનિંગ રાખી હતી, જેમાં અક્ષય, પત્ની ટ્વિંકલ અને સાસુ ડિમ્પલ કપાડિયા સાથે હાજર રહ્યાં હતા. ફિલ્મ જોયા પછી ટ્વિંકલે ટ્વિટ કર્યું કે જબરદસ્ત એક્શન સાથે અદમ્ય સાહસથી હચમચાવી દે તેવી સ્ટોરી છે.



 



 

ફિલ્મનું ડાયરેક્શન અનુરાગ સિંહે કર્યું છે. ફિલ્મની સ્ટોરી બ્રિટિશ શાસનના સમયના વિખ્યાત બેટલ ઑફ સારાગઢી પર આધારિત છે. અક્ષયે બ્રિટિશ આર્મીની શીખ રેજિમેન્ટના હવાલદાર ઈશર સિંહનું પાત્ર ભજવ્યું છે જે માત્ર 21 શીખ જવાનો સાથે મળીને હજાર અફઘાની લડવૈયાઓને પોસ્ટ પર કબ્જો કરવાથી અટકાવ્યા હતા. કેસરી ફિલ્મમાં પરિણીતિ ચોપડા, અક્ષય કુમારની પત્નીના રોલમાં છે.

આ પણ વાંચો : અક્ષયકુમારની કેસરીએ કરી જોરદાર શરૂઆત, પહેલા દિવસની આટલી કમાણી

ટ્વિંકલ ખન્ના અક્ષયની મોટા ભાગની ફિલ્મોથી દૂર જ રહેતી હોય છે. આ પહેલા ટ્વિંકલ ખન્નાએ ગયા વર્ષે આવેલ પૅડમેન ફિલ્મને સોશિયલ મીડિયામાં પ્રમોટ કરી હતી. જેની પાછળનું કારણ એ હતું કે આ ફિલ્મ એક સોશિયલ મેસેજ આપતી ફિલ્મ હતી અને ટ્વિંકલ ખન્નાએ આ પ્રોજેક્ટ પોતે પ્રૉડ્યુસ પણ કર્યો હતો. આર બાલ્કી દ્વારા દિગ્દર્શિત પૅડમેન ફિલ્મમાં અક્ષયે રિયલ લાઈફ પૅડમેન અરુણાચલમ મુરુગનંતમનું પાત્ર ભજવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

22 March, 2019 06:19 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK