દિલ્હી ક્રાઇમ, ફોર મોર શૉટ્સ પ્લીઝ ઇન્ટરનૅશનલ એમી અવૉર્ડ્સ માટે નૉમિનેટ
ફોર મોર શૉટ્સ પ્લીઝ
વેબ-શો ‘દિલ્હી ક્રાઇમ’ અને ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’ને ઇન્ટરનૅશનલ એમી 2020 અવૉર્ડ્સ માટે નૉમિનેટ કરવામાં આવી છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયોના ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’ને બેસ્ટ કૉમેડી સિરીઝની કૅટેગરીમાં નૉમિનેટ કરવામાં આવી. બીજી તરફ ‘દિલ્હી ક્રાઇમ’ને બેસ્ટ ડ્રામા સિરીઝમાં નૉમિનેટ કરવામાં આવી છે. ‘મેડ ઇન હેવન’માં ગે વ્યક્તિનું પાત્ર ભજવનાર અર્જુન માથુરને ઍક્ટર કૅટેગરીમાં બેસ્ટ પર્ફોર્મન્સમાં નૉમિનેટ કરવામાં આવ્યો છે. વિજેતાઓનાં નામ ૨૩ નવેમ્બરે જાહેર કરવામાં આવશે. ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’માં જોવા મળેલી બાની જે.એ કહ્યું હતું કે ‘આ ખરેખર સાચું છે. ૨૦૨૦ આ વાઇલ્ડ રાઇડ છે. એમી અવૉર્ડ માટે નૉમિનેશન મળવું ખુશીની વાત છે. ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’ને આ તક મળતાં ખુશ છું. દરેકને અભિનંદન.’
ADVERTISEMENT
આ શોમાં કામ કરનાર માનવી ગાગરુએ પણ કહ્યું હતું કે ‘આજનો દિવસ લાખ ગણો પ્રકાશિત થયો છે. ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’ને ઇન્ટરનૅશનલ એમી 2020 અવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવી છે.’