આ વેબ-શોમાં ડિમ્પલ કાપડિયાએ રાનીબાનું અને મન્કનું પાત્ર દીપકે ભજવ્યું છે

ડિમ્પલ કાપડિયા
ડિમ્પલ કાપડિયાનું કહેવું છે કે દીપક ડોબરિયાલને ઓળખવો ખૂબ જ મુશ્કેલ હતું. તેમણે ‘સાસ, બહૂ ઔર ફ્લૅમિંગો’માં સાથે કામ કર્યું છે. આ વેબ-શોમાં ડિમ્પલ કાપડિયાએ રાનીબાનું અને મન્કનું પાત્ર દીપકે ભજવ્યું છે. આ શોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. દીપક વિશે વાત કરતાં ડિમ્પલ કાપડિયાએ કહ્યું કે ‘અમારા ડિરેક્ટર હોમી અડાજણિયાના સેટ પર ખૂબ જ મસ્તી થતી હતી, પરંતુ એટલો સ્ટ્રિક્ટ સેટ પણ હતો. ‘સાસ, બહૂ ઔર ફ્લૅમિંગો’ની સ્ક્રિપ્ટમાં અમે જે વ્યક્તિઓ વિશે વાંચ્યું છે એ બનવા માટે અમે સેટ પર એ જ રીતે રહેતાં હતાં. જોકે સેટ પર સૌથી સરપ્રાઇઝિંગ વ્યક્તિ દીપક ડોબરિયાલ હતો. મેં તેને અગાઉ ઘણી વાર જોયો છે, પરંતુ આ શો માટે તેનું ટ્રાન્સફૉર્મેશન ગજબનું હતું. તે મારી પાસે આવ્યો અને વાત કરવા લાગ્યો ત્યારે હું તેને ઓળખી પણ નહોતી શકી. હું તેને ઓળખી ન શકી હોવાથી તેની સાથે વિચિત્ર રીતે વાત કરીને ત્યાંથી આગળ વધી હતી. ત્યાર બાદ તે હોમી પાસે ગયો અને મેં તેને કોલ્ડ વાઇબ્સ આપ્યાં એ વિશે તેણે વાત કરી હતી. ત્યારે હોમીએ તેને સમજાવ્યો કે તેના ગેટઅપને લઈને તેને ઓળખી નહોતા શક્યા. આથી હું કહીશ કે આ શોમાં કોઈ સરપ્રાઇઝ એલિમેન્ટ હોય તો એ દીપક છે.’