Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > દર્શકો હવે વધુ ડાર્ક સબ્જેક્ટ પસંદ કરી રહ્યા છે : ડિમ્પલ કાપડિયા

દર્શકો હવે વધુ ડાર્ક સબ્જેક્ટ પસંદ કરી રહ્યા છે : ડિમ્પલ કાપડિયા

05 May, 2023 04:39 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેની આગામી વેબ-સિરીઝ ‘સાસ, બહૂ ઔર ફ્લૅમિન્ગો’ આજે ડિઝની + હૉટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહે છે.

ડિમ્પલ કાપડિયા

ડિમ્પલ કાપડિયા


ડિમ્પલ કાપડિયાનું કહેવું છે કે દર્શકો હવે વધુ ને વધુ ડાર્ક સબ્જેક્ટને પસંદ કરી રહ્યા છે. તેની આગામી વેબ-સિરીઝ ‘સાસ, બહૂ ઔર ફ્લૅમિન્ગો’ આજે ડિઝની + હૉટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહે છે. બંદૂક, ડ્રગ્સ અને અન્ય ઇલીગલ કામને આ શોમાં ડિમ્પલ કાપડિયા કરતી જોવા મળશે. 

આ વિશે વાત કરતાં ડિમ્પલ કાપડિયાએ કહ્યું કે ‘આ પ્રકારની કન્ટેન્ટ પહેલેથી જ સિનેમામાં હતી, પરંતુ આજે દર્શકો એને વધુ સ્વીકારી રહ્યા છે અને વધુ હટકે પ્રોજેક્ટ બનાવવામાં આવે એવી રાહ જોઈ રહ્યા છે. સિનેમા સોસાયટીનો આયનો છે અને એ વાતને સ્વીકારવી ખૂબ જ જરૂરી છે. સોસાયટી જ આજે આ પ્રકારની થીમને વધુ ઍક્સેપ્ટ કરી રહી છે. આજે ડાર્ક અને ટૅબૂ સબ્જેક્ટને લોકો વધુ જોવા માગે છે અને એને આપણે ઇગ્નૉર નહીં કરી શકીએ. એક આર્ટિસ્ટ તરીકે અમે આ વિષયને ખૂબ જ સેન્સિટિવ લઈને સ્ક્રીન પર રજૂ કરીએ છીએ. આખરે તો દર્શકો નક્કી કરશે કે તેમને સ્ક્રીન પર શું જોવું પસંદ છે.’


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2023 04:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK