આ એક ઍડ્વેન્ચર ફિલ્મ છે. હૉલીવુડની ‘ઇન્ડિયાના જોન્સ’ના લેવલની આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે.
મહેશ બાબુ
મહેશબાબુ હવે રાજામૌલીની ફિલ્મ માટે ફી નથી લેવાનો, પરંતુ પ્રૉફિટમાં ભાગ લેશે એવી ચર્ચા ચાલી રહી છે. મહેશબાબુની ‘ગંતુર કરમ’ મકરસંક્રાન્તિ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મને પહેલાં જોઈએ એવો રિસ્પૉન્સ નહોતો મળ્યો, પરંતુ ત્યાર બાદ એને મિક્સ રિવ્યુ મળ્યા હતા. તેની આ ફિલ્મે પણ દુનિયાભરમાં ૨૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જોકે તેની આગામી ફિલ્મ રાજામૌલી સાથેની છે. આ એક ઍડ્વેન્ચર ફિલ્મ છે. હૉલીવુડની ‘ઇન્ડિયાના જોન્સ’ના લેવલની આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં મહેશબાબુનું પાત્ર હનુમાનજી સાથે રિલેટેડ હશે એવું કહેવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ માટે મહેશબાબુ કેટલી ફી લેશે એ ચર્ચાનો વિષય હતો. મહેશબાબુ તેની ફિલ્મ માટે ૬૦-૮૦ કરોડનો ચાર્જ કરે છે. જોકે રાજામૌલીની ફિલ્મમાં વધુ સમય લાગતાં તે વધુ ફી લેશે એવી આશા રાખવામાં આવી રહી હતી. જોકે તે હવે આ ફિલ્મ માટે એક પણ ફી નથી લઈ રહ્યો. તે હવે પ્રૉફિટમાં ભાગ લેશે એવી ચર્ચા છે.


