Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > Netflix@10: સ્ટ્રીમિંગ જાયન્ટે એક દાયકામાં વિશ્વ સામે ભારતીય વાર્તાઓની થાળી પીરસી

Netflix@10: સ્ટ્રીમિંગ જાયન્ટે એક દાયકામાં વિશ્વ સામે ભારતીય વાર્તાઓની થાળી પીરસી

Published : 15 January, 2026 06:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભારતને મનોરંજન પુરું પાડવું એટલે ક્લાસી અને માસી બંન્ને પ્રકારનું કોન્ટેન્ટ પીરસવું, વળી વૈશ્વિક સ્તરે ભારતીય વાર્તાઓ પહોંચાડવી પણ.

ભારતીય સ્ટોરી ટેલિંગને મોટા દર્શકગણ સુધી પહોંચાડવામાં નેટફ્લિક્સનો મોટો ફાળો

ભારતીય સ્ટોરી ટેલિંગને મોટા દર્શકગણ સુધી પહોંચાડવામાં નેટફ્લિક્સનો મોટો ફાળો


સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Netflix ભારતમાં એક દાયકો પુરો કર્યો છે, આ પ્લેટફોર્મની સફર માત્ર સ્ટ્રીમિંગની શરૂઆત જ નહીં પણ ભારતીય વાર્તાઓ કેવી રીતે બનાવવામાં આવે છે, જોવામાં આવે છે અને વૈશ્વિક સ્તરે તેની નિકાસ કેવી રીતે કરવામાં આવે છે તેમાં આવેલા મૂળભૂત પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે. Netflix ભારતના વિકાસ વિશે બોલતાં, કન્ટેન્ટની વાઈસ પ્રેસિડેન્ટ મોનિકા શેરગિલે આ વ્યૂહરચનાને એક સરળ રૂપક સાથે વર્ણવે છે: થાળી.
"ભારતને મનોરંજન પૂરું પાડવું એ પ્રીમિયમ અને માસ વચ્ચે પસંદગી કરવાની વાત નથી," શેરગિલ કહે છે. "દર્શકો બંને ઈચ્છે છે, તેમને હીરામંડીની સિનેમેટિક ભવ્યતા અને ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો ફેમિલિયર શૈલી તેમને જોઈએ છે. થાળી માત્ર વિવિધતા વિશે નથી; તે એક ફિલસૂફી છે જેણે હાઇરાર્કી રાખ્યા વિના ભારતીય રુચિઓની વિવિધતાને માન આપ્યું અને આપતી રહે છે." આ ફિલસૂફી સ્કેલ, પહોંચ અને સાંસ્કૃતિક અસરમાં રૂપાંતરિત થઈ છે. જુલાઈ 2021 અને 2024 વચ્ચે, Netflix ના ગ્લોબલ ટોપ 10 માં ભારતીય શીર્ષકોમાં લગભગ પાંચ ગણો વધારો થયો છે. માત્ર 2024માં, ભારતીય કન્ટેન્ટે 3 બિલિયનથી વધુ જોવાના કલાકો નોંધાવ્યા, જે 80થી વધુ દેશોમાં ટ્રેન્ડિંગ થયા. લગભગ દર અઠવાડિયે 60 મિલિયન કલાકો. લગભગ 65% ભારતીય ઓરિજિનલ્સ 76 દેશોમાં સાપ્તાહિક ટોપ 10 યાદીઓમાં દેખાયા, જે વૈશ્વિક મનોરંજનમાં ભારતના પગલાંને મજબૂત બનાવે છે.
આ પહોંચનું મુખ્ય કારણ સરળતા છે. Netflixના વૈશ્વિક સ્તરે જે રીતે જોવાય છે તેમાં 70% થી વધુ હવે સબટાઈટલ્સ અથવા ડબિંગવાળા શોઝ હોય છે, જે ભારતીય વાર્તાઓને અલગ ભાષાઓ અને નવી સંસ્કૃતિઓમાં સરળતાથી પહોંચાડે છે. "આજે  સર્ચ હવે સરહદ વિનાની બની ગઈ છે," શેરગિલ નોંધે છે, અને ઉમેરે છે કે ભાષા હવે મર્યાદા નથી પરંતુ એક તક છે.


સ્ટ્રીમિંગ અને બૉક્સ ઑફિસ: એક પરસ્પર સંબંધમાં બદલાવ




Netflixની ભૂમિકાએ થિયેટ્રિકલ રિલીઝ અને સ્ટ્રીમિંગ વચ્ચેના સંબંધને પણ નવો આકાર આપ્યો છે. છેલ્લા બે વર્ષોમાં, પ્લેટફોર્મે હિન્દી ડૉમેસ્ટિક બૉક્સ ઑફિસ શીર્ષકોના 50% થી વધુને લાઇસન્સ આપ્યું, જેમાં 2025 માં ટોપ 10 ગ્રોસર્સમાંથી છ અને 2024 માં સાતનો સમાવેશ થાય છે. RRR, ગંગુબાઈ કાઠિયાવાડી, એનિમલ, સલાર, પુષ્પા 2, અને લાપતા લેડીઝ જેવી મોટી ફિલ્મોએ સ્ટ્રીમિંગ દ્વારા વિસ્તૃત વૈશ્વિક જીવન મેળવ્યું, એવું પણ થયું કે તે થિએટ્રિકલ માર્કેટની મર્યાદાઓથી આગળ પહોંચી.  આ પરિવર્તન બદલાતા પ્રેક્ષક વર્તનનું પ્રતિબિંબ છે, જ્યાં ટૂંકી થિયેટ્રિકલ વિન્ડો અને પોસ્ટ-થિયેટર સ્ટ્રીમિંગ હવે અપવાદ નથી પણ સામાન્ય ગણાય છે.



દક્ષિણ અને પ્રાદેશિક પ્રામાણિકતાની શક્તિ


Netflix ઇન્ડિયાની નોંધપાત્ર વૃદ્ધિ પ્રાદેશિક સ્ટોરીઝ, ખાસ કરીને દક્ષિણી વાર્તાઓમાં થઇ. 2023માં દક્ષિણ ભારતીય-ભાષાના કન્ટેન્ટનું જોવાનું દર વર્ષે 50% વધ્યું, જેમાં તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ શીર્ષકો સતત આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યા. વિજય સેતુપતિ અભિનીત તમિલ ફિલ્મ મહારાજા (2024), 2024 માં Netflix પર સૌથી વધુ જોવાયેલી ભારતીય ફિલ્મ રહી, જે સાત અઠવાડિયા માટે વૈશ્વિક સ્તરે ટ્રેન્ડિંગ થઈ. "દક્ષિણે આપણને બતાવ્યું છે કે પ્રાદેશિક પ્રામાણિકતા લોકો સુધી પહોંચે છે, ખાસ કરીને જ્યારે તે આત્મવિશ્વાસ અને એક મોટા ગજામાં બનતી હોય પ્રોડક્ટ હોય ત્યારે ખાસ," શેરગિલ કહે છે. "આ કોન્ટેટ મેકિંગની આપણા આગામી દાયકા માટે બ્લૂપ્રિન્ટ છે." Netflix વિવિધ શૈલીઓમાં પ્રાદેશિક ઓરિજિનલ્સમાં રોકાણ કરવાનું ચાલુ રાખે છે. થ્રિલર્સ અને રોમાંસથી લઈને મેજિકલ ડ્રામાઝ, સુપરનેચરલ સ્ટોરીઝ અને પીરિયડ અને ક્રાઇમ સ્ટોરીઝ પણ સતત ચાલી. આ સંકેત છે કે ભાષાકીય વિવિધતા Netflixની ભારતની વ્યૂહરચનાનું કેન્દ્ર રહેશે.



નવા અવાજો, આઇકોન બિલ્ડિંગ અને પ્રભાવ

સ્કેલથી આગળ, Netflix એ ઇકોસિસ્ટમ-બિલ્ડિંગ પર ધ્યાન આપ્યું છે. ધ ડિસાઈપલ, સોની, યે બેલે, અનુજા, અને હ્યુમન્સ ઇન ધ લૂપ જેવી સ્વતંત્ર ફિલ્મોએ સ્ટ્રીમિંગ દ્વારા રાષ્ટ્રીય પ્રેક્ષકો શોધ્યા, જ્યારે આર્યન ખાન, શિવ રવૈલ, અર્જુન વરૈન સિંહ અને આદિત્ય જામભલે જેવા નવા નિર્માતાઓને સ્પર્શ શ્રીવાસ્તવ, ઝહાન કપૂર, પ્રજક્તા કોલી, રોહિત સરાફ અને રાઘવ જુયાલ સહિત ઉભરતા કલાકારો સાથે ટેકો આપવામાં આવ્યો. આ સાથે, શેફાલી શાહ, મનીષા કોઈરાલા અને ઝીનત અમાન જેવા આઇકોન્સે સ્ટ્રીમિંગ-આધારિત પ્રોજેક્ટ્સ દ્વારા અલગ પેઢીઓના દર્શકાનો જોડ્યા.  Netflix ઇન્ડિયાનું કન્ટેન્ટ વધુને વધુ પૉપ કલ્ચરને આકાર આપી રહ્યું છે. તે સેક્રેડ ગેઇમ્સના ડાયલૉગ્ઝનું રોજિંદી જિંદગીમાં પ્રવેશવું હોય કે પછી હીરામંડી ફેશન અને સંગીત પર અસર કરતી હોય, અથવા RRR વૈશ્વિક ફેનડમને ખડું કરતી હોય. ધ બા****સ ઓફ બોલિવૂડ જેવા શીર્ષકોએ વાઇરલ મીમ્સ અને કલાકારોની લોકપ્રિયતા વધારી છે.
દિલ્હી ક્રાઇમ અને વીર દાસ: લેન્ડિંગ એ બંન્ને શો આંતરરાષ્ટ્રીય એમી જીતનારા પ્રથમ ભારતીય સિરીઝ અને કૉમેડી સ્પેશિયલ બન્યા, જ્યારે ધ એલિફન્ટ વ્હિસ્પરર્સે ભારતનો પ્રથમ એકેડેમી એવોર્ડ મેળવ્યો. કટહલ જેવી ફિલ્મોએ નેશનલ એવોર્ડ મેળવ્યા, અને અમર સિંહ ચમકીલાએ બહુવિધ આંતરરાષ્ટ્રીય એમી નોમિનેશન મેળવ્યા. 2021થી 2024 સુધી, Netflix ના ભારતના રોકાણોએ $2 બિલિયનથી વધુની આર્થિક અસર ઉત્પન્ન કરી, જેમાં 23 રાજ્યોમાં 100+ નગરો અને શહેરોમાં શૂટિંગ થયું, 25,000 થી વધુ સ્થાનિક કલાકારો અને ક્રૂના સભ્યો જોડાયા. સ્ટંટ પ્રોફેશનલ્સ, એડિટર્સ, વોઇસ આર્ટિસ્ટ અને ફિલ્મમેકર્સ માટે Netflix ની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને બહુ મહત્વની ગણે છે. શેરગિલનું માનવું છે કે આગામી દસકો નહીં કહેવાયેલી વાર્તાઓને મંચ પુરો પાડશે. નવી ભાષાઓ, પ્રદેશો અને અવાજો જે લોકો સુધી પહોંચવા થનગની રહ્યાં છે. "પહેલા દસકાએ સાબિત કર્યું કે ભારતીય વાર્તાઓ વૈશ્વિક મંચ પર પહોંચી છે તો બીજા દાયકો એ મંચનો પોતાનો બનાવીને વિસ્તારવા પર કેન્દ્રિત હશે."

Whatsapp-channel Whatsapp-channel

15 January, 2026 06:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK