કુણાલ ખેમુ (Kunal Khemu / Kunal Kemmu)ને એક આખી પેઢી બાળ કલાકારના રૂપમાં જોઇને મોટી થઇ છે. બાઇક્સના શોખીન કુણાલ ખેમુ પોતે બહુ જ મોજીલા છે, તેમની સેન્સ ઑફ હ્યુમર પણ ગજબ છે. તેમની વેબ સિરીઝ અભયની ૩જી સિઝન આવી રહી છે ત્યારે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે પોતાના પાત્ર અંગે ગોઠડી માંડી. તેમની પસંદની વેબસિરીઝ, ગુજરાતી કેમ સારી રીતે સમજી શકે છે તેની વાતો પણ મન મુકીને કરી.
ગૌરવ ચોપરાને આમ તો ટેલિવિઝનના બચ્ચન તરીકે ઓળખવામા આવે છે. હાલમાં તેમણે નેટફ્લિક્સના શો `રામા નાઇડુ`માં `પ્રિન્સ`નો રોલ કર્યો છે જેને લોકોએ બહુ વખાણ્યો છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેના વિશેષ ઇન્ટરવ્યુમાં તેમણે એક એક્ટર તરીકે તેઓ કઇ રીતે સંતુલન જાળવે છે તે વિશે વાત કરી. તેમણે એ પણ કહ્યું કે તેઓ સફળતાને તાબે નથી થતા જેથી તેઓ સતત બહેતર કામ કરી શકે. આ વાતચીતમાં તેમની સરળ રહેવાની ચાહ બહુ સરસ રીતે વ્યક્ત થાય છે. વધુ જાણવા માટે જુઓ આ મુલાકાત
અક્ષત પરીખ (Akshat Parikh) મૂળ અમદાવાદના અને ગાયકી તેમને વારસામાં મળી છે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે તેમણે લૉકડાઉન દરમિયાન એક મજાની મુલાકાત કરી હતી. લોકોને બહુ ગમેલી એવી વેબ સિરીઝ બંદિશ બેન્ડિટ્સમાં કલાકારોને ગાયકી અને ગાયકીની અદાઓ શીખવવાનું કામ અક્ષતે સંભાળ્યું હતું. જાણો એ અનુભવ કેવો રહ્યો હતો એમને માટે.
અભિનેતા હેમંત ખેરને ઇન્ડસ્ટ્રીમાં કામ કરતાં કરતાં એક દાયકાથી વધુ સમય થયો છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વિશેષ મુલાકાતમાં તેમણે કહ્યું કે અમુક લોકો માને છે કે તેમનાથી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલે છે પણ ભલભલા ખેરખાંઓ અને વજનદાર અટક ધરાવનારાઓ આ ઇન્ડસ્ટ્રીમાં નિષ્ફળ ગયા છે. આવી કેટલીક કેફિયત સાથે હેમંત ખેરે ઘણા મુદ્દા છેડ્યા, જાણવા માટે જુઓ મુલાકાત.
માનવ ગોહિલ (Manav Gohil) મૂળ વડોદરાના છે અને હાલમાં જ તેમણે દેવકી સાથે થ્રિલર વેબ સિરીઝ મત્સ્ય વેધમાં અભિનય કર્યો છે. હિંદી સિરીયલ્સના લાડકા ચહેરા બની ચૂકેલા માનવ ગોહિલને લાગે છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીએ હજી મેચ્યોર થવાની જરૂર છે, છતાં પણ સારો પ્રોજેક્ટ હશે તો તેની સાથે કામ કરવાનું તેમને ગમશે જ. જાણો તેમનું શું માનવું છે ગુજરાતી ભાષામાં થતા નવા પ્રયોગો વિશે.
તિસ્કા ચોપરા(Tisca Chopra)ની વેબસિરીઝ દહન ભારે પૉપ્યુલર થઇ છે. તિસ્કા ચોપરાએ ગુજરાતી મિડ ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં દહન વિશે તો વિગતે વાત કરી જ પણ સાથે એ પણ શૅર કર્યું કે પોતે ભૂત-પ્રેત અંગે કોઇ વિચિત્ર અનુભવ કર્યા છે કે નહીં... વાંચવાના શોખીન તિસ્કા એક અચ્છા પ્રોડ્યુસર તરીકે પણ નોંધપાત્ર કામ કરવા માગે છે. જાણો વિગતો તેમની જ સાથેની વાતચીતમાં.
અર્જુન બિજલાની (Arjun Bijlani) રૂહાનિયત શોની નવી સિઝન સાથે ફરી છવાઇ જવાના છે ત્યારે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે વાતચીત કરી. તેમણે આ વાતચીતમાં હાઇ ઇન્ટેન્સિટી પ્રેમની વાત કરી તો સાથે આજકાલના યંગસ્ટર્સને `લવ એડવાઇઝ` પણ આપી. પ્રેમમાં સાથે ઇવોલ્વ થવાનું હોય છે તેવી વાત કરતાં અર્જુન બિજલાની સાચા પ્રેમને વ્યાખ્યાયિત પણ કરે છે.
20 July, 2022 03:32 IST | Mumbai
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK
Radio City Gujarati : A dedicated online radio station for Gujarati natives all over the world. Devotional, lok sangeet, garba and Gujarati film music streaming all day long.