તાજેતરમાં ઍમેઝૉન પ્રાઇમ (Amazon Prime)ની લીગલ ડ્રામા વેબ સિરીઝ ‘ગિલ્ડી માઇન્ડ્સ’ (Guilty Minds)માં જોવા મળેલ અભિનેતા પ્રણય પચૌરી (Pranay Pachauri) આ જ પ્લેટફોર્મની બીજી ડ્રામા સિરીઝ ‘ક્રેશ કોર્સ’ (Crash Course)માં જોવા મળી રહ્યો છે. વાર્તા કોટાની બે કોચિંગ સંસ્થાઓની આસપાસ ફરે છે, જેમાં તે ભૌતિકશાસ્ત્ર (Physics)ના પ્રોફેસરની ભૂમિકા ભજવી રહ્યો છે. આ સિરીઝના ચારેય તરફ વખાણ થઇ રહ્યા છે ત્યારે અભિનેતા તેને આ રોલ કઇ રીતે મળ્યો તેમજ આ રોલ માટે પ્રેરણા ક્યાંથી લીધી તે વિશે વાત કરે છે.
ડિઝની પ્લસ હોટસ્ટાર પર `શૂરવીર` વેબ સિરીઝ રિલીઝ થઈ ગઈ છે. આ વેબ સિરીઝ આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ આપી શકે તેવી ટુકડી બનાવવા માટે આર્મી, નેવી અને એરફોર્સના શ્રેષ્ઠ હીરોને એકસાથે લાવવાની સરકારની યોજના વિશે છે. આ સાથે જ મહત્વની વાત એ છે કે સ્કેમ ફેમ ગુજરાતી અંજલી બારોટ પણ આ સિરીઝમાં મહત્વની ભૂમિકામાં છે. ત્યારે અંજલી બારોટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે સાથે ખાસ વાતચીત કરી પોતાનો અનુભવ શેર કર્યો હતો.
થોડાક સમય પહેલા સોની લિવ પર રિલિઝ થયેલી વેબ સિરીઝ ‘અવરોધ : ધ સીઝ વિધિન સિઝન ૨’ (Avrodh : The Siege Within, Season 2)ની ચોતરફ ચર્ચા થઈ રહી છે. આ સિરીઝમાં મુંબઈમાં રહેતા ગુજરાતી યંગ એક્ટર રિષભ જોષી (Rishabh Joshi)ના અભિનયના વખાણ થઈ રહ્યાં છે. ત્યારે જાણીએ ગુજરાતી યુવાન વિશે.
અભિનેત્રી અદિતિ પોહનકરને લાગે છે કે મહિલાઓની કામેચ્છા વિષયે હજી પણ લોકોમાં ખચકાટ છે. નેટફ્લિક્સની વેબરસીરિઝ Sheમાં મુખ્ય ભૂમિકા ભજવનારી અભિનેત્રીનું કહેવું છે કે તે એક એવા પ્રૉજેક્ટનો ભાગ બનીને ખુશ છે કે જે આ વિષયને ક્યાંય પાછળ છોડતી નથી. જાણો શું કહ્યું અભિનેત્રીએ... (તસવીર સૌજન્ય અદિતિ પોહનકર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
આકર્ષક પ્રદર્શન સાથે અજય દેવગણ અભિનીત ‘રુદ્રઃ ધ એજ ઓફ ડાર્કનેસ’માં ખરેખર કુદરતી સ્થળો અને મુંબઈ શહેરના વાસ્તવિક ચિત્રણને કેપ્ચર કર્યા છે. મુંબઈ શહેરનું આઅવું ચિત્રણ કદાચ જ અગાઉ થયું હોય. તમે પણ જુઓ મુંબઈ શહેરના આ અનોખા ચિત્રણની કેટલીક તસવીરો. (તસવીર સૌજન્ય: PR)
મનોરંજનની દુનિયામાં ડિજિટલાઇઝેશનને કારણે સિનેમામાં મોટો ફેરફાર આવ્યો છે. OTT પ્લેટફોર્મ પર રિલીઝ થતી ઘણી ફિલ્મો હવે કલ્પનાથી આગળ વધીને વાસ્તવિક પાત્રો રજૂ કરી રહી છે. આવી સ્થિતિમાં પુરૂષ પાત્રોની સાથે સ્ત્રી પાત્રોનું પણ કદ વધી રહ્યું છે. ફિલ્મમાં હીરો સાથે રોમાન્સ કરવા સિવાય હવે ઘણી સીરીઝની હિરોઈન પોતાના નિર્ણયોમાં મક્કમ જોવા મળે છે. ડિજિટલ સિનેમાના આ યુગમાં મહિલા કેન્દ્રિત પાત્રોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેઓ દર્શકો માટે પણ પ્રેરણા સ્ત્રોત બની રહે છે. વિવિધ OTT પ્લેટફોર્મ પર સમાન મજબૂત સ્ત્રી પાત્રો સાથે કેટલીક વેબ સિરીઝ છે, જેને જોઈને તમે પણ પ્રેરિત થઈ શકો છો. આજે વુમન્સ ડે પર આપણે જાણીએ આવી જ કેટલીક વેબ સિરીઝ વિશે
સ્કૅમ 1992 ફેમ અંજલી બારોટે ફેબ્રુઆરી 2021માં ગૌરવ અરોરા સાથે લગ્ન કર્યા અને તાજેતરમાં જ તેઓ પોતાનું હનીમૂન પીરિયડ એન્જૉય કરીને પાછાં આવ્યા છે ત્યારે જાણો તેમની લવસ્ટોરી, તેમની પોતાની જુબાની...
નેશનલ એવૉર્ડ વિનર ફિલ્મ હેલ્લારો ફેમ અભિનેતા રાજન ઠાકર ટૂંક સમયમાં જ હવે પ્રણય ઠાકર દિગ્દર્શિત વેબસીરિઝ 'રિલેશનશીટ'માં જોવા મળશે. આ વેબસીરિઝમાં અભિનેતા રાજન ઠાકર સાથે અભિનેત્રી મેની રાવલ મુખ્ય પાત્રમાં જોવા મળશે. એક તરફ જ્યાં આ વેબસીરિઝ સંબંધોની માયાજાળ વિશેની સ્ટોરી દર્શાવશે તો બીજી તરફ નાયક અને નાયિકાના પ્રેમની વાતો જોવા મળશે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK
Radio City Gujarati : A dedicated online radio station for Gujarati natives all over the world. Devotional, lok sangeet, garba and Gujarati film music streaming all day long.