Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > બીજા કરતાં પણ વધારે સાવધાની રાખીએ છીએ અમે

બીજા કરતાં પણ વધારે સાવધાની રાખીએ છીએ અમે

04 May, 2021 11:29 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘કુમકુમ ભાગ્ય’ની રિયાનું આમ કહેવું છે. રિયા એટલે કે પૂજા બૅનરજી કહે છે કે અમારે અમારું ધ્યાન તો રાખવાનું છે, પણ સાથોસાથ અમારા ઑડિયન્સનું પણ ધ્યાન રાખવાનું છે

પૂજા બૅનરજી

પૂજા બૅનરજી


ઝીટીવીના શો ‘કુમકુમ ભાગ્ય’ની રિયા એટલે કે પૂજા બૅનરજીએ છેલ્લા બે મહિનાથી એક પણ વ્યક્તિ સાથે પર્સનલી બેસીને વાત નથી કરી. સેટ પર સીન કરવાનો હોય એટલી વાર પૂરતી જ પૂજા ફ્લોર પર આવે અને એ પછી તે સીધી પોતાની રૂમમાં જઈને બેસી જાય. પૂજા કહે છે, ‘મારા સોશ્યલ મીડિયા પેજ પર ઘણા લોકો મેસેજ કરે છે કે તમને નિરાંત છે, પણ સાચું કહું, અમે બીજા કરતાં વધારે ધ્યાન રાખીએ છીએ. બહાર આવવું એ અત્યારે સારી વાત નથી. અમે તો અમારા ફૅન્સ માટે બહાર આવીએ છીએ, જેથી ઘરમાં પણ તેમને ફ્રેશ એન્ટરટેઇનમેન્ટ મળતું રહે.’

કોવિડ સામે લડવા માટે પોતે શું કરે છે એની વાત કરતાં પૂજા કહે છે, હું નાસ લઉં છું, શૂટિંગ સિવાયના સમયમાં માસ્ક પહેરી રાખું છું અને દિવસ દરમ્યાન સતત ગરમ પાણી પીઉં છું. આ સિવાય રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે ઝિન્ક અને વિટામિન-સીની ટૅબ્લેટ નિયમિત લઉં છું, બહારનું ખાવાનું બિલકુલ બંધ કરી દીધું છે અને હેલ્થ માટે જરૂરી હોય એ જ ફૂડ ખાવાનું રાખું છું. આપણે ટૂંકા ગાળાને બદલે લાંબા ગાળાનું વિચારવું જોઈએ. હું આશા રાખું કે રોગચાળો જલદી પૂરો થાય અને દરેકની સાથે ફ્રીલી વાતો કરી શકીએ અને જ્યાં જવા માગતા હોઈએ ત્યાં જઈ શકીએ.’


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2021 11:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK