‘કુમકુમ ભાગ્ય’માં ટીના અને ‘લાલ ઇશ્ક’માં શિખાની ભૂમિકા ભજવી હતી
યુવિકા ચૌધરી
દીપિકા પાદુકોણે પોતાના મૅટરનિટી ફોટોશૂટની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કર્યા પછી ટીવી-ઍક્ટ્રેસ યુવિકા ચૌધરી પણ તેના પગલે ચાલી છે. ઇન્સ્ટાગ્રામ પર આશરે ૩૬ લાખ ફૉલોઅર્સ ધરાવતી યુવિકાએ સફેદ હાઈ સ્લિટ ગાઉનમાં બેબી-બમ્પ સાથે પોઝ આપતી તસવીરો મૂકી છે અને સિલ્વર સ્લીવલેસ ગાઉનમાં પણ પોઝ આપ્યા છે. યુવિકાએ પ્રિન્સ નરુલા સાથે લગ્ન કર્યાં છે.
યુવિકા અને પ્રિન્સ નરુલા ‘બિગ બૉસ 9’ વખતે મળ્યાં હતાં અને તેમની વચ્ચે સારી કેમિસ્ટ્રી જામી ગઈ હતી. મુંબઈમાં ૨૦૧૮ની ૧૨ ઑક્ટોબરે તેમણે લગ્ન કરી લીધાં હતાં.
યુવિકાએ તેની ટીવી-સફર ઝી ટીવીના ટૅલન્ટ હન્ટ રિયલિટી શો ‘ઝી સિને સ્ટાર્સ કી ખોજ’થી કરી હતી. પછી ‘અસ્તિત્વ... એક પ્રેમ કહાની’માં આસ્થાની ભૂમિકાથી તેણે કરીઅરની શરૂઆત કરી હતી. તે ‘નચ બલિયે 9’ની પણ વિજેતા રહી હતી. તેણે ‘કુમકુમ ભાગ્ય’માં ટીના અને ‘લાલ ઇશ્ક’માં શિખાની ભૂમિકા ભજવી હતી. બીજી તરફ પ્રિન્સ નરુલાએ એમટીવી રોડીઝ 18 અને એમટીવી રોડીઝ 20માં ભાગ લીધો હતો.