તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતાજી ઉર્ફે મુનમુન દત્તા ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. પોતાની સુંદરતાની સાથે સાથે પોતાની એક્ટિંગથી લોકોના મન પર રાજ કરે છે.
મુનમુન દત્તા (ફાઇલ તસવીર)
સબ ટીવીના લોકપ્રિય શૉ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોની પહેલી પસંદ છે. આ સીરિયલના દરેક કલાકારની પોતાની એક આગવી ઓળખ છે. આ સીરિયલને દરેક ઉંમરના દર્શકો જોઈ શકે છે. આ શૉ સાથે જોડાયેલા કલાકારો વિશે દર્શકો બધું જાણવા માગે છે. વર્ષોથી આ શૉ લોકોનું મનોરંજન કરે છે અને એટલે જ દર્શકોને આ શૉના દરેક કલાકાર વિશે વધુ જાણવાની ઇચ્છા હોય છે. પણ ગોકુલધામમાં રહેતી બબીતાજીની ફેન ફૉલોઇંગ કંઇક વધારે છે. માત્ર શૉમાં જ નહીં સોશિયલ મીડિયા પર પણ બબીતાજી ઉર્ફે મુનમુન દત્તાની ફેન ફૉલોઇંગ ખૂબ જ વધારે છે.
મુનમુન દત્તા પોતાના ચાહકો માટે સોશિયલ મીડિયા પર કંઇકને કંઇક શૅર કરતી રહે છે. મુનમુન દત્તા સુંદર હોવાની સાથે સાથે એક સારી અભિનેત્રી પણ છે. શું તમને ખબર છે કે મુનમુન દત્તાએ એક સમયે કમલ હાસન સાથે પણ સ્ક્રીન શૅર કરી ચૂકી છે. મનુમુન દત્તા લગભગ પાંચ જુદી જુદી ભાષાઓમાં ફિલ્મો કરી છે. તો જાણો આ ફિલ્મ કઈ છે.
ADVERTISEMENT
View this post on Instagram
મુનમુન દત્તા માત્ર ગોકુલધામ સુધી જ સીમિત નથી. તે મોટા મોટા કલાકારો સાથે કામ કરી ચૂકી છે. આ ફિલ્મોમાં બબીતાજીનું કામ વખણાયું છે. મુનમુન દત્તાએ વર્ષ 2005માં મુંબઇ એક્સપ્રેસમાં કમલ હાસન સાથે પણ સ્ક્રીન શૅર કરી હતી. આ ફિલ્મ અભિનેત્રીનું કામ લોકો દ્વારા વખણાયું હતું. પછી મુનમુન દત્તા વર્ષ 2006માં પૂજા ભટ્ટના નિર્દેશનમાં બનેલી ફિલ્મ હૉલીડેમાં પણ જોવા મળી હતી. આની સાથે જ મુનમુન બંગલા ફિલ્મ અમર આકાશ મેઘ બ્રિષ્ટી 2014માં પણ જોવા મળી હતી.
View this post on Instagram
એટલું જ નહીં બબીતાજીએ એક વધુ બંગલા ફિલ્મમાં પોતાનો જાદૂ ચલાવ્યો છે તે મુન ગાંધી નુહેન નામની બંગાલની ફિલ્મમાં પણ 2016માં પણ જોવા મળી હતી. અને વર્ષ 2018માં ધ લિટિલ ગૉડેસમાં પણ મુનમુન મુખ્ય લીડમાં દર્શકોમાં લોકપ્રિય થઈ ચૂકી છે. હવે બબીતાજીના ચાહકોને તેની આગામી ફિલ્મની ઇંતેજારી છે. આ વાતમાં શંકાને સ્થાન નથી કે મુનમુન એક સારી અભિનેત્રી છે. બબીતાના પાત્રમાં મુનમુની અદાઓ અને તેની એક્ટિંગ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. વર્ષ 2008થી તે આ શૉનો ભાગ છે. છેલ્લા 13 વર્ષથી મુનમુન બબીતા બનીને ચાહકોના મન પર રાજ કરી રહી છે.


