સોઢીને મળવા આતુર અસિતકુમાર મોદીએ કહ્યું...
ફાઇલ તસવીર
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીથી ફેમસ થયેલો ગુરુચરણ સિંહ ૨૬ દિવસ બાદ ધાર્મિક યાત્રા કરીને શુક્રવારે ઘરે પાછો ફર્યો છે. એવામાં આ શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી તેની સાથે વાત કરવા માટે આતુર છે. સોઢીની મિસિંગની ફરિયાદ તેના પેરન્ટ્સે કરી હતી. ઘરે આવીને ગુરુચરણ સિંહે જણાવ્યું કે તે વિવિધ ગુરદ્વારામાં ગયો હતો. સોઢી વિશે અસિત કુમાર મોદી કહે છે, ‘તે ઘરે પાછો આવી ગયો એની મને ખુશી છે. તેને મેં શુભેચ્છા મોકલી છે. તેના પરિવાર માટે પણ મને ખુશી છે. અમે બધા ખૂબ ચિંતિત હતા, પરંતુ હવે નિરાંતનો શ્વાસ લીધો છે. અબ ઉનકે માઇન્ડ મેં ક્યા હૈ વો સમઝ નહીં સકતે ન. તે શું ફીલ કરી રહ્યો છે એની ખબર નથી. હું તેને કૉલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ તેનો ફોન અનરીચેબલ છે. મારે તેની સાથે વાત કરવી છે. આશા છે કે તે મને કૉલ બૅક કરશે અને હું તેના વિશે વધુ જાણી શકીશ.’