ભારતીય ટેલિવિઝનનો સૌથી લાંબો સમય ચાલતો અને સોની સબનો સૌથી પ્રિય ફૅમિલી મનોરંજન શો, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ છેલ્લા 17 પ્રતિષ્ઠિત વર્ષો અને 4,460 થી વધુ એપિસોડ્સના અસાધારણ માઇલસ્ટોનની ઉજવણી કરી છે. નીલા ફિલ્મ પ્રોડક્શન્સના બૅનર હેઠળ અસિત કુમાર મોદી દ્વારા નિર્મિત અને રચિત, આ શો 2008 માં પ્રીમિયર થયો હતો અને ત્યારથી તે ઘણી પેઢીઓમાં ઘર-ઘરમાં જાણીતો નામ બની ગયો છે. ગઈ કાલે એટલે કે 28 જુલાઈ 2025ના રોજ શોના 17 વર્ષ પૂર્ણ થયા છે અને તે હવે 18મ વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ અવસર પર સંપૂર્ણ ટીમ દ્વારા જોરદાર ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન કલાકારો અને ક્રૂ મેમ્બરના માતા-પિતાના હાથે કેક કટિંગ પણ કરવામાં આવી હતી. જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલિપ જોશી અને ભીડે ઉર્ફે મંદાર ચંદવાડકર પણ તેમના માતપિતા સાથે આ ઉજવણીમાં સામેલ થયા હતા.
30 July, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent