તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા શૉ છોડવાનું કારણ ક્રિએટિવ ટીમ સાથેની ખટરાગના સમાચાર છે. જોકે, બન્ને પક્ષો તરફથી આ મામલે કોઈપણ પ્રકારની સ્પષ્ટતા આવી નથી.

શૈલેષ લોઢા (ફાઈલ તસવીર)
`તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા` (Taarak Mehta ka Ooltah Chashmah)માંથી ઘણાં એક્ટર્સ હાલ જુદા થયા છે. શૉ છોડવાનું કારણ ક્રિએટિવ ટીમ સાથેની અનબનના સમાચાર છે. જોકે, બન્ને પક્ષો તરફથી આ મામલે કોઈપણ પ્રકારની સ્પષ્ટતા આવી નથી. તારક મેહતાનું પાત્ર ભજવનાર અભિનેતા શૈલેષ લોઢાએ પણ થોડોક સમય પહેલા શૉને અલવિદા કહી દીધું છે પણ ચાહકો હજી પણ તેમને મિસ કરી રહ્યા છે. નિર્માતા આસિત મોદીએ એક્ટર્સના આ રીતે જવા પર કહ્યું હતું કે જો કોઈ જાય છે તો દુઃખ થાય છે પણ તે કોઈ તેમને અટકાવી પણ શકતું નથી. આ બધા વચ્ચે હવે શૈલેષ લોઢાએ સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ કરી છે જેને શૉ અને મેકર્સ પ્રત્યેનો કટાક્ષ માનવામાં આવે છે.
View this post on Instagram
યૂઝર્સે આસિત મોદી સાથે જોડી પોસ્ટ
એક્ટર હોવાની સાથે-સાથે શૈલેષ લોઢા ખૂબ જ સારા કવિ પણ છે. તેમની કવિતાઓ વાચી-સાંભળીને તેમના મનની સ્થિતિ ખબર પડે છે. શૈલેષે જે લેટેસ્ટ પોસ્ટ શૅર કરી છે તેમાં તેમની નારાજગી સ્પષ્ટ દેખાય છે. તેમણે આ વાત કોની માટે કરી છે એ તો સ્પષ્ટ નથી થતું પણ યૂઝર્સે અંદાજ લગાડવાનું શરૂ કરી દીધું છે અને આ પોસ્ટ આસિત મોદી સાથે જોડીને જોઈ રહ્યા છે.
આ પણ વાંચો : TMKOC: સચિન શ્રોફ ઉર્ફ નવા તારક મહેતા માટે આ છે સૌથી મોટી ચેલેન્જ, અંજલીએ કર્યો ખુલાસો
પોસ્ટમાં છતી થઈ નારાજગી
શૈલેષ લોઢાએ એક પોસ્ટર શૅર કરી છે જેના પર લખેલું છે, "સરળ વ્યક્તિ સાથે કરવામાં આવેલ છળ તમારી બરબાદીના બધા રસ્તા ખોલી દે છે. તમે ગમે તેટલા મોટા શતરંજ ખેલાડી કેમ ન હોવ" આની સાથે જ તેમણે કૅપ્શન પણ એવું જ આપ્યું છે, "આજે નહીં તો કાલે... ઇશ્વર બધું જુએ છે."
આ પણ વાંચો : TMKOC: બબીતાજીને શખ્સે પૂછ્યો એવો પ્રશ્ન કે એક્ટ્રેસનું ઊકળી ઊઠ્યું લોહી
યૂઝર્સની કોમેન્ટ્સ
શૈલેષની પોસ્ટ પર એક યૂઝરે કોમેન્ટ કરી, "આસિત મોદીને કહી રહ્યા છો ને?", અન્ય એકે કહ્યું, "તારક મેહતા બધું જ આસિત મોદીને કહી રહ્યા છે." તો અન્યએ લખ્યું, "આસિત કુમાર મોદીને આ જવાબ છે." તો બીજા યૂઝરે લખ્યું, "સર કેટલાક લોકો ખોટું પણ એટલી સરળતાથી બોલી દે છે તે તમારું સત્ય પણ લોકોને સત્ય નથી લાગતું." એકે લખ્યું, "સર તમે શૉ કેમ છોડી દીધો આ કદાચ તેનો જવાબ છે?"