Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > આ અનિશ્ચિત સમયમાં હું ભારતમાં રહેવાને સાચે જ સૌભાગ્ય માનું છું

આ અનિશ્ચિત સમયમાં હું ભારતમાં રહેવાને સાચે જ સૌભાગ્ય માનું છું

Published : 02 March, 2026 01:51 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રૂપાલી ગાંગુલીએ વડા પ્રધાનના પ્રયાસોની ખુલ્લેઆમ પ્રશંસા કરી

રૂપાલી ગાંગુલી

રૂપાલી ગાંગુલી


ઇઝરાયલના પ્રવાસ પછી દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પૉ​ન્ડિચેરીમાં કરોડો રૂપિયાની વિકાસ યોજનાઓની ભેટ આપી છે. દેશના વધતા વિકાસને લઈને ટીવીજગતની લોકપ્રિય ઍક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ વડા પ્રધાનના પ્રયાસોની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે.

રૂપાલીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મેરા ભારત મહાન. આ અનિશ્ચિત સમયમાં હું ભારતમાં રહેવાને સાચે જ સૌભાગ્ય માનું છું. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સલામ અને હાર્દિક આભાર. આ સાથે જ ભારતીય સેના અને રક્ષાદળો પ્રત્યે ઊંડી કૃતજ્ઞતા; તેમના કારણે આપણે દરરોજ રાત્રે શાંતિથી ઊંઘી શકીએ છીએ. મારા દેશને કોઈની નજર ન લાગે.’



રૂપાલી ગાંગુલીએ આ પહેલાં પણ વડા પ્રધાનની રજા લીધા વગર દરરોજ ૧૮ કલાક કામ કરવાની ક્ષમતાની પણ પ્રશંસા કરી હતી. રૂપાલીનું માનવું છે કે જ્યારે વિશ્વના અનેક દેશો યુદ્ધ અને દબાણનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારત પોતાની મજબૂત વિદેશનીતિ અને કૂટનીતિને કારણે સતત પ્રગતિ કરી રહ્યું છે. તેણે પોતાના સત્તાવાર સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર દેશની વિકાસશીલ નીતિઓ દર્શાવતી અનેક પોસ્ટ પણ શૅર કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2026 01:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK