‘સારાભાઈ વર્સસ સારાભાઈ’માં રૂપાલી અને સતીશ શાહે સાથે કામ કર્યું હતું. અવૉર્ડ તેમને સમર્પિત કરીને રૂપાલીએ લખ્યું : આ અવૉર્ડ લેજન્ડ માટે છે, મારા રૉકસ્ટાર માટે છે - મારા સતીશકાકા માટે છે.
રૂપાલીએ પોતાનો અવૉર્ડ સમર્પિત કર્યો સતીશ શાહને
પચીસમા ઇન્ડિયન ટેલિવિઝન અવૉર્ડ્સ સમારોહમાં રૂપાલી ગાંગુલી સિરિયલ ‘અનુપમા’ માટે બેસ્ટ પૉપ્યુલર ઍક્ટ્રેસનો અવૉર્ડ જીતી હતી. સોશ્યલ મીડિયા પર આ અવૉર્ડ સાથેની તસવીરો શૅર કરીને તેણે આ ટ્રોફી તાજેતરમાં જ અવસાન પામેલા સતીશ શાહને સમર્પિત કરી હતી. ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’માં રૂપાલી અને સતીશ શાહે સાથે કામ કર્યું હતું. અવૉર્ડ તેમને સમર્પિત કરીને રૂપાલીએ લખ્યું : આ અવૉર્ડ લેજન્ડ માટે છે, મારા રૉકસ્ટાર માટે છે - મારા સતીશકાકા માટે છે.


