આ પોસ્ટ સાથે તેણે ડૉગ્સ સાથેની તસવીરો પણ શૅર કરી છે
રૂપાલી ગાંગુલી સેટ પર
રૂપાલી ગાંગુલીએ સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ મૂકી છે જેમાં તેણે જણાવ્યું છે કે મેં મા કુષ્માંડાદેવી પાસે મારા સેટ પરના ડૉગ્સ ‘કૉફી’ અને ‘કિંગ કૉન્ગ’ માટે પ્રાર્થના કરી છે. આ પોસ્ટ સાથે તેણે ડૉગ્સ સાથેની તસવીરો પણ શૅર કરી છે. રૂપાલીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘મા કુષ્માંડાને મારી પ્રાર્થના છે કે તેઓ દરેક દિલને દયા, કરુણા અને પ્રેમથી ભરી દે, ખાસ કરીને એ બેજુબાનો માટે જેઓ પોતાની લાગણી વ્યક્ત નથી કરી શકતા. મારા ‘કૉફી’ અને ‘કિંગ કૉન્ગ’ અહીં પોઝ આપી રહ્યા છે. તેઓ બોલી નથી શકતા, પરંતુ બધું સમજે છે અને અનુભવે છે.’


