રવિ દુબેએ ‘બિગ બૉસ 10’, ‘બિગ બૉસ 11’, ‘બિગ બૉસ 15’, ‘તૂ આશિકી’, ‘ઉડારિયાં’ અને ‘દાલચિની’માં કામ કર્યું હતું.
રવિ દુબે
‘કુમકુમ ભાગ્ય’માં જોવા મળેલા રવિ દુબેને જો રોમાંચક પ્રોજેક્ટ મળે તો તે ફી તરીકે ૧૦૧ રૂપિયા પણ લેવા તૈયાર છે. આ સિવાય તેણે અન્ય ખર્ચ વેઠવાની પણ તૈયારી દેખાડી છે. રવિ દુબેએ ‘બિગ બૉસ 10’, ‘બિગ બૉસ 11’, ‘બિગ બૉસ 15’, ‘તૂ આશિકી’, ‘ઉડારિયાં’ અને ‘દાલચિની’માં કામ કર્યું હતું. તે હાલમાં ‘બાદલ પે પાંવ હૈ’માં જોવા મળી રહ્યો છે. કામ પ્રત્યે સમર્પિત રવિ કહે છે, ‘તાજેતરમાં જ મને એક પ્રોજેક્ટની ઑફર આવી હતી અને મેં મારા મૅનેજમેન્ટને જણાવ્યું કે ૧૦૧ રૂપિયા ચાર્જ કરજો. પૈસાની મને ચિંતા નથી. હું મારો ખર્ચ જાતે ઉઠાવીશ. જરૂર પડશે તો મારી વૅનિટી લઈને આવીશ. જો કોઈ સગવડ નહીં હોય તો હું ઝાડ નીચે બેસીને પણ મેકઅપ કરાવીશ. એના માટે હું માત્ર ૧૦૧ રૂપિયા ફી તરીકે લઈશ. મારે બીજું કાંઈ નથી જોઈતું.’


