આ ફિલ્મને તેણે અને સરગુન મેહતાએ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે.
રવિ દુબે
રવિ દુબેનું માનવું છે કે કોઈ પણ પાત્ર ભજવવા માટે સાઇકોલૉજિકલ ટ્રાન્સફૉર્મેશન અગત્યનું છે. તેની ફિલ્મ ‘ફૅરાડે’ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના પાત્ર માટે રવિ ફિઝિકલી અને મેન્ટલી એમાં ઊંડો ઊતરી ગયો હતો. આ ફિલ્મને તેણે અને સરગુન મેહતાએ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનો રવિનો લુક પણ સોશ્યલ મીડિયામાં શૅર કરવામાં આવ્યો છે. એને જોઈને સૌકોઈ તેની પ્રશંસા કરી રહ્યા છે. આ પાત્ર વિશે રવિ દુબેએ કહ્યું કે ‘આ પાત્ર માટે ફિઝિકલ અને અન્ય પરિબળોનું ટ્રાન્સફૉર્મેશન તો જરૂરી હતું. સાથે જ સૌથી અગત્યનું તો મારે આ રોલ માટે માનસિક રીતે પણ પૂરી રીતે એમાં ઊંડા ઊતરવાની જરૂર હતી. એથી કોઈ પણ પાત્ર માટે સાઇકોલૉજિકલ ટ્રાન્સફૉર્મેશન જરૂરી હોય છે, પરંતુ આ પાત્ર માટે તો ખૂબ જ જરૂરી હતું કે એમાં પોતાની જાતને ઉતારી દેવામાં આવે.’
આ પાત્ર માટે ફિટનેસ પર કેવી રીતે ધ્યાન આપ્યું હતું એ વિશે રવિએ કહ્યું કે ‘હું જે પણ ખાતો એની ખૂબ કાળજી રાખતો હતો. ફિટનેસ તો જીવનનો અગત્યનો ભાગ છે. ચોક્કસ પ્રકારનો લુક મેળવવા માટે સખત મહેનતની જરૂર હતી. મેં ફિટનેસ અને ડાયટ પર ખૂબ ધ્યાન આપ્યું હતું. તમે જ્યારે કોઈ જટિલ પાત્રની તૈયારી કરતા હો તો શારીરિક અને માનસિક રીતે પરિવર્તન કરવું મહત્ત્વનું છે.’


