બે વર્ષના બ્રેક બાદ તે હવે કમબૅક કરી રહ્યો છે.
રાજ અનડકટ
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપુનું પાત્ર ભજવનાર રાજ અનડકટ ટીવીમાં કમબૅક કરી રહ્યો છે. બે વર્ષના બ્રેક બાદ તે હવે કમબૅક કરી રહ્યો છે. રાજે તેની યુટ્યુબ ચૅનલ પર એક વિડિયોમાં જણાવ્યું છે કે તે સના અમીન શેખ સાથેના એક શોમાં કામ કરવા જઈ રહ્યો છે. આ એક ગુજરાતી શો છે. આ વિશે રાજ કહે છે, ‘મારી નવી મુસાફરી માટે હું ખૂબ જ ઉત્સાહી છું. હું લીડ પાત્ર ભજવવા જઈ રહ્યો છું. મને ખબર છે કે તમે બધા મને ફરી ટીવી પર જોવા માટે રાહ જોઈ રહ્યા હતા. હું એક્સાઇટેડ હોવાની સાથે થોડો નર્વસ પણ છું. મેં આ શો માટેનો મૉક શૉટ પણ આપ્યો છે અને શોના સેટ પર પણ જઈને આવ્યો છું. હું જલદી જ સેટના ફોટો મારા ફૅન્સ સાથે શૅર કરીશ. હું મારો નવો શો લઈને આવી રહ્યો છું. હું ખૂબ જ નસીબદાર છું. તમારી સાથે દરેક માહિતી શૅર કરવા માટે ઉત્સુક છું, પરંતુ એ જણાવી શકું એમ નથી.’