Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘હિઝ સ્ટોરી’માં ગે બનશે મૃણાલ દત્ત

‘હિઝ સ્ટોરી’માં ગે બનશે મૃણાલ દત્ત

10 April, 2021 04:01 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શોમાં તેની સાથે સત્યદીપ મિશ્રા અને પ્રિયમણિ રાજ પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે

મૃણાલ દત્ત

મૃણાલ દત્ત


ટીવી-સિરિયલોના જાણીતા ઍક્ટર મૃણાલ દત્ત હવે એક ગે (સમલૈંગિક) પાત્રમાં જોવા મળશે. ‘હિઝ સ્ટોરી’ નામની એક નવી અર્બન રિલેશનશિપ ડ્રામામાં તેની સાથે સત્યદીપ મિશ્રા અને પ્રિયમણિ રાજ પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે. તેઓ અનુક્રમે કૃણાલ અને સાક્ષીનાં પાત્રો ભજવશે. જ્યારે મૃણાલ દત્ત પ્રીતની ભૂમિકામાં જોવા મળશે. 
‘હિઝ સ્ટોરી’ કૃણાલ, સાક્ષી અને પ્રીતની આસપાસ ઘૂમતી કથા છે. કૃણાલ અને સાક્ષીનાં લગ્ન થઈ ચૂક્યાં છે. સાક્ષી શેફ છે, જ્યારે પ્રીત સિરીઝમાં એક જાણીતા ફૂડ ક્રિટિક અને 
પ્રવાસીની ભૂમિકામાં દેખાશે. ત્રણેયનનાં જીવન એકબીજાં સાથે ત્યારે ગૂંથાઈ જશે જ્યારે સાક્ષી પ્રીતને તેની નવી ખૂલેલી રેસ્ટોરાંના ઉદ્ઘાટનમાં આમંત્રિત કરશે, પરંતુ આમ કરીને સાક્ષી અજાણપણે જ પોતાની પર્ફેક્ટ ફૅમિલીને અણધાર્યા વળાંક આપી દેશે. એ રીતે આ શો મનોરંજક થઈ પડશે.
મૃણાલ શો વિશે કહે છે કે ‘આવા શોના આપણે આભારી છીએ જેને કારણે આપણને પોતાનો અવાજ ઉઠાવવાની તક મળે છે. મૃણાલ છેલ્લે નેટફ્લિક્સની ‘અપસ્ટાર્ટ’માં જોવા મળ્યો હતો. તાજેતરમાં તે ‘55km/sec’ નામની શૉર્ટ ફિલ્મમાં પણ દેખાયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2021 04:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK