આ ખાસ એપિસોડમાં કપૂર પરિવારની મોટી દીકરી કરિશ્મા કપૂર સ્પેશ્યલ ગેસ્ટ તરીકે જોવા મળી હતી. અહીં કરિશ્માએ જણાવ્યું હતું કે તેના પરિવારમાં ખોરાક માત્ર ભોજન નથી પણ પ્રેમ, જૂની યાદો અને પરિવાર સાથે વિતાવેલી પળોનું પ્રતીક છે.
માસ્ટરશેફ ઇન્ડિયામાં સ્પર્ધકોને મળ્યો કપૂર ખાનદાનની પરંપરાગત વાનગીઓ બનાવવાનો પડકાર
કપૂર પરિવાર પોતાની પાર્ટીઓ અને ખાણીપીણીના કિસ્સાઓને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. આ સંજોગોમાં ‘માસ્ટરશેફ ઇન્ડિયા’ના એપિસોડમાં કપૂર ખાનદાનની મનપસંદ પરંપરાગત ક્લાસિક ભારતીય વાનગીઓનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ સેલિબ્રેશન અંતર્ગત સ્પર્ધકોને પડકાર આપવામાં આવ્યો હતો કે તેઓ કપૂર પરિવારની વારસાગત વાનગીઓનો અસલી આત્મા જાળવી રાખીને, ઓરિજિનલ ફ્લેવર સાથે માસ્ટરશેફ લેવલની ક્રીએટિવ ડિશ તૈયાર કરે.
આ ખાસ એપિસોડમાં કપૂર પરિવારની મોટી દીકરી કરિશ્મા કપૂર સ્પેશ્યલ ગેસ્ટ તરીકે જોવા મળી હતી. અહીં કરિશ્માએ જણાવ્યું હતું કે તેના પરિવારમાં ખોરાક માત્ર ભોજન નથી પણ પ્રેમ, જૂની યાદો અને પરિવાર સાથે વિતાવેલી પળોનું પ્રતીક છે. કરિશ્માએ સિનેમા અને ભોજન પ્રત્યેના પોતાના પ્રેમને પણ વ્યક્ત કર્યો. આ વિશે વાત કરતાં કરિશ્માએ કહ્યું હતું કે ‘ઍક્ટિંગ મારો પહેલો પ્રેમ છે અને બીજો પ્રેમ ભોજન છે, કારણ કે એ બૉલીવુડના લોકપ્રિય કપૂર ખાનદાનના વારસાને આગળ વધારવાનું કામ કરે છે.’


