° °

આજનું ઇ-પેપર
Friday, 02 December, 2022


શરૂ થઈ હંસિકા મોટવાણી અને સોહેલ કથૂરિયાની લગ્નવિધિઓ, સામે આવી એક્ટ્રેસની તસવીરો

23 November, 2022 02:01 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આજથી લગ્નની વિધિઓ શરૂ થઈ ચૂકી છે. લગ્ન સમારોહનો પહેલો કાર્યક્રમ માતા કી ચોકીનો છે અને આ મુંબઈમાં થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસની કેટલીક તસવીર અને વીડિયો સામે આવ્યો છે.

હંસિકા મોટવાની (ફાઈલ તસવીર) Wedding Bells

હંસિકા મોટવાની (ફાઈલ તસવીર)

એક્ટ્રેસ હંસિકા મોટવાની (Actress Hansika Motwani) પોતાના બૉયફ્રેન્ડ સોહેલ કથૂરિયા (Boyfriend Sohail Kathuria) સાથે 4 ડિસેમ્બરના રાજસ્થાનના જયપુરના (Rajsthan Jaipur) મુંડોતા ફૉર્ટ એન્ડ પેલેસમાં (Mundota Fort and palace) લગ્નના બંધનમાં (Wedding) બંધવા જઈ રહી છે. આજથી લગ્નની વિધિઓ શરૂ થઈ ચૂકી છે. લગ્ન સમારોહનો પહેલો કાર્યક્રમ માતા કી ચોકીનો છે અને આ મુંબઈમાં થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસની કેટલીક તસવીર અને વીડિયો સામે આવ્યો છે.

હંસિકા મોટવાનીના ઘરે શરૂ થઈ લગ્નની વિધિઓ
માતાની ચોકી ફંક્શનમાં હંસિકા મોટવાની રેડ કલરની સુંદર સાડીમાં જોવા મળી. આ સાડી લૂકને હજી વધારે સુંદર બનાવવા માટે તેણે આના પર એલિગેન્ટ ચોકર, મેચિંગ એરિંગ્સ અને માગ ટિકો કૅરી કર્યો છે. આ એથનિક અંદાજથી હંસિકાએ બધાના મન પર રાજ કર્યું અને દરેક જણ જોતા રહી ગયા.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by yogen shah (@yogenshah_s)

4 ડિસેમ્બરના લેશે સાતફેરા
હંસિકા મોટવાની જયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાની છે. આ માટે તેમણે 450 વર્ષ જૂના મુંડોતા ફૉર્ટ અને પેલેસની પસંદગી કરી છે. ચર્ચાઓ પ્રમાણે 2 ડિસેમ્બરથી પ્રી ફંક્શનની શરૂઆત થશે. પહેલા દિવસે સૂફી નાઈટ અને હલ્દી સેરેમની સાથે હશે. પછી બીજા દિવસે 3 ડિસેમ્બરના મહેંદી અને સંગીતનો કાર્યક્રમ હશે અને 4 ડિસેમ્બરે લગ્ન થવાના છે. આ સિવાય, એક પોલો મેચ અને એક કસીનો થીમવાળી આફ્ટર પાર્ટી પણ થશે.

આ પણ વાંચો : હંસિકા મોટવાની: આ બાળ કલાકાર આજે છે સાઉથની ફિલ્મોમાં હિટ અને હૉટ

ખૂબ જ ખાસ હશે હંસિકાનું હનીમૂન
એક્ટ્રેસ હંસિકા મોટવાની પતિ સોહેલ કથૂરિયા સાથે નૉર્દર્ન લાઈટ્સ જોવાની યોજના બનાવી રહી છે. નૉર્દર્ન લાઈટ્સને અરોરો બોરેલિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે, એક્ટ્રેસે આ સમાચાર પર કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.

આ પણ વાંચો : #PooHuiViral : દિગ્દર્શક વિરલ શાહની બેચલર લાઇફ પર સ્વીટહાર્ટ પૂજાએ કહ્યું ‘કટ’

સામે આવી હતી વેડિંગ કાર્ડની એક ઝલક
તાજેતરમાં સોશિયલ મીડિયા પર આ કપલના વેડિંગ કાર્ડની એક ઝલક સામે આવી હતી. આ તસવીરમાં એક ફ્રેમ જોવા મળી રહી છે, જેને ફૂલથી શણગારવામાં આવી છે. આના મેસેજ પણ લખ્યો છે, "સેવ દ ડેટ". જણાવવાનું કે હંસિકાના આ પહેલા લગ્ન છે પણ, સોહેલ કથૂરિયા બીજીવાર લગ્ન કરી રહ્યા છે. આ પહેલા તેમણે રિંકી નામની છોકરી સાથે ગોવામાં લગ્ન કર્યાં હતા. ચર્ચાઓ પ્રમાણે રિંકી અને હંસિકા ફ્રેન્ડ્સ છે અને હંસિકા પોતાના થનાર પતિના પહેલા લગ્નમાં મહેમાન તરીકે સામેલ પણ થઈ હતી.

23 November, 2022 02:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

પ્રેગ્નન્સીની અફવાને ફગાવી રુબીનાએ

બિગ બૉસ’ની ૧૪મી સીઝનમાં તે ટ્રોફી જીતી હતી અને સાથે જ ‘ઝલક દિખલા જા’ની ૧૦મી સીઝનમાં તે રનરઅપ રહી છે

01 December, 2022 03:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘ભાગ્ય લક્ષ્મી’માં નેગેટિવ રોલમાં દેખાશે કવિતા બૅનરજી

તે રિશી અને મલિષ્કાની મ્યુચ્યુઅલ કૉલેજ ફ્રેન્ડ સોનલના રોલમાં જોવા મળશે

30 November, 2022 03:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

કેટલાંક બાળકોને સ્પેશ્યલ ગિફ્ટ આપી આશી સિંહે

એને લોકોને સરપ્રાઇઝ આપવાનું અને ખુશ કરવાનું બહુ ગમે છે.

29 November, 2022 04:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK