અમિતાભ બચ્ચને કૌન બનેગા કરોડપતિની તૈયારી શરૂ કરી
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સીઝન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વાતની માહિતી અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગ પર આપી હતી. બ્લૉગ પર અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ‘હવે ‘KBC’ની તૈયારી શરૂ કરવામાં આવી છે. અમે ઇન્ટ્રોડક્શન, સિસ્ટમ્સ, નવા ઇનપુટ્સ શીખવાનું અને રિહર્સલ કરતાં નવા વર્ષ માટે તૈયારી કરી રહ્યા છીએ.’
આ પણ વાંચો : ટૉપ ફાઇવમાં ટોચ પર પહોંચી ગયો શો યે રિશ્તે હૈં પ્યાર કે
ADVERTISEMENT
૧૭ વર્ષથી તેઓ આ શો સાથે જોડાયેલા છે. આ વિશે પણ બ્લૉગ પર અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ‘આ ૨૦૧૯ છે અને આ શોની શરૂઆત ૨૦૦૦માં થઈ હતી જેમાં બે વર્ષનો ગૅપ પણ થયો હતો, જ્યારે મેં એમાં કામ કર્યું ન હતું. મારા માટે ૧૭ વર્ષની આ જર્ની લાઇફટાઇમ માટે યાદગાર બની ગઈ છે. એ લાઇફટાઇમે મને એક લાઇફ લાઇન આપી છે.’