Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 13: શેફાલી જરીવાલા કરી શકે છે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી

Bigg Boss 13: શેફાલી જરીવાલા કરી શકે છે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી

30 October, 2019 09:49 AM IST | મુંબઈ

Bigg Boss 13: શેફાલી જરીવાલા કરી શકે છે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી

શેફાલી જરીવાલા

શેફાલી જરીવાલા


બિગ બૉસ 13માં અત્યાર સુધીમાં ચાર લોકો ઘરથી બેઘર થઈ ચુક્યા છે અને ત્રણ લોકોની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ ચુકી છે. જે લોકો ઘરમથી બેઘર થયા છે તેમના નામ છે, દલજીત કૌર, કોએના મિત્રા, અબૂ મલિક અને સિદ્ધાર્થ ડે. સિદ્ધાર્થ ડે મંગળવારે એલિમિનેટ થયા છે. ત્યાં જે ત્રણ લોકોએ શોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી છે તે છે હિન્દુસ્તાની ભાઊ, તહસીન પૂનાવાલા અને ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવ.




ત્રણ વાઈલ્ડ કાર્ડ પ્રતિસ્પર્ધીઓએ જો કે હજી સુધી ઘરમાં પ્રવેશ નથી કર્યો, આશા છે કે ત્રણેય જલ્દી જ ઘરમાં નજર આવશે. એવામાં ઘરમાં વધુ એક વાઈલ્ડ કાર્ડ પ્રતિસ્પર્ધીઓનું નામ સામે આવી રહ્યા છે. ખબરોનું માનીએ તો કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલા બિગ બૉસના ઘરમાં વાઈલ્ડ કાર્ડ પ્રતિસ્પર્ધી બનીને આવી શકે છે. જો કે તેની હજી સુધી આધિકારીક રીતે પુષ્ટિ નથી કરવામાં આવી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે શોમાં તડકો લગાવવા માટે તેની એન્ટ્રી થઈ શકે છે.


આ પણ જુઓઃ 'કાંટા લગા' ગુજરાતી ગર્લ શેફાલી જરીવાલા હાલ લાગે છે આટલી બ્યૂટિફૂલ

તમને જણાવી દઈએ કે શેફાલીની સિવાય પંજાબી સિંગર હિમાંશી ખુરાનાનું પણ બિગ બૉસના વાઈલ્ડ કાર્ડ પ્રતિસ્પર્ધી તરીકે સામે આવી રહ્યું છે. પહેલા પણ હિમાંશીને લઈને એક ખબર વાયરલ થઈ હતી કે તે બિગ બૉસ 13માં આવવાની છે. જો કે હિમાંશીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટના માધ્યમથી આ વાતનો ઈનકાર કર્યો હતો. પરંતુ હવે ફરી એકવાર એ ખબર છે કે હિમાંથી બિગ બૉસના ઘરમાં વાઈલ્ડ કાર્ડ પ્રતિસ્પર્ધી બનશે અને આ વાતની હિંટ ખુદ હિમાંશીએ આપી છે.


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2019 09:49 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK