Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સ્ક્રિપ્ટેડ શો હોવાનો ‘બિગ બૉસ’ પર આરોપ

સ્ક્રિપ્ટેડ શો હોવાનો ‘બિગ બૉસ’ પર આરોપ

28 December, 2022 04:45 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અંકિતને જાણી જોઈને કાઢવા માટે એલિમિનેશનની જવાબદારી સ્પર્ધકને સોંપી હોવાનો આરોપ

અંકિત ગુપ્તા

Bigg Boss season 16

અંકિત ગુપ્તા


‘બિગ બૉસ 16’ને લોકો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વખોડી રહ્યા છે. હાલમાં જ આ શોમાંથી અંકિત ગુપ્તાને એલિમિનેટ કરવામાં આવ્યો હતો. જોકે તેને જે રીતે એલિમિનેટ કરવામાં આવ્યો એનાથી દર્શકો કહી રહ્યા છે કે આ એક સ્ક્રિપ્ટેડ શો છે. અંકિત ઘણાં અઠવાડિયાંથી બચતો આવ્યો હતો. જોકે એમ છતાં તે એલિ​મિનેટ નહોતો થઈ રહ્યો. આથી બિગ બૉસ દ્વારા તેને કાઢવા માટે જ એલિમિનેટ કરવાની જવાબદારી દર્શકોની જગ્યાએ સ્પર્ધકોને આપી હતી. ઘરના સ્પર્ધકોએ મળીને તેને એલિમિનેટ કર્યો હતો. આથી લોકોની સાથે ઘણી સેલિબ્રિટીઝે પણ બિગ બૉસની નિંદા કરી હતી. બિગ બૉસે અગાઉ અભિનવ શુક્લા સાથે પણ આવું કર્યું હતું. આથી દિવસે-દિવસે ‘બિગ બૉસ’ નિમ્રત અને એમસી સ્ટેન તરફ વધુ બાયસ્ડ હોય એવું દેખાઈ રહ્યું છે. લોકોનું કહેવું છે કે શો ચલાવવા કરતાં નિમ્રતને અથવા તો એમસી સ્ટેનને ટ્રોફી સોંપી દો.


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2022 04:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK