Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ટીના દત્તાએ ઘણા લોકોનાં ઘર ભાંગવાની કોશિશ કરી છે : શ્રીજિતા ડે

ટીના દત્તાએ ઘણા લોકોનાં ઘર ભાંગવાની કોશિશ કરી છે : શ્રીજિતા ડે

23 December, 2022 04:07 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રીજિતા અને ટીનાની મમ્મી બન્ને ખૂબ જ સારાં ફ્રેન્ડ્સ છે

શ્રીજિતા ડે

શ્રીજિતા ડે


‘બિગ બૉસ 16’ની સ્પર્ધક શ્રીજિતા ડેનું કહેવું છે કે ટીના દત્તાએ ઘણા લોકોનાં ઘર ભાંગવાની કોશિશ કરી છે. આ શોમાં શ્રીજિતા અને ટીનાનું જરા પણ નથી બનતું. શ્રીજિતા અને ટીનાની મમ્મી બન્ને ખૂબ જ સારાં ફ્રેન્ડ્સ છે, પરંતુ તેમની દીકરીઓ વચ્ચે એટલા જ મતભેદ છે. હાલમાં જ કલર્સ ચૅનલના ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવેલા એક પ્રોમોમાં શ્રીજિતા અન્ય સ્પર્ધક સૌંદર્યા શર્મા સાથે વાત કરતી જોવા મળી રહી છે. શ્રીજિતાએ કહ્યું હતું કે ‘ટીના જરા પણ અટેન્શન મેળવ્યા વગર નથી રહી શકતી. ખાસ કરીને બૉય્ઝ પાસેથી તેને ભરપૂર અટેન્શન જોઈએ છે. તેણે ઘણા લોકોનાં લગ્ન ભાંગવાની કોશિશ કરી છે અને એ જ કારણ છે કે તે આજ સુધી તેની લાઇફમાં સેટલ નથી થઈ શકી અને પોતાનું ઘર નથી બનાવી શકી. તે એમાંની વ્યક્તિ છે જે અંદરથી નાખુશ હોય છે અને એથી તે અન્યને નીચા પાડીને એમાં ખુશ થાય છે.’


એમસી સ્ટેન દ્વારા ‘બિગ બૉસ 16’માં અન્ય સ્પર્ધક શાલીન ભનોતને જાનથી મારવાની ધમકી આપવામાં આવતાં તેના પિતાએ દીકરાની સુરક્ષા માટે મેકર્સને ઓપન લેટર લખ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

23 December, 2022 04:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK