અંકિત ગુપ્તાએ કહ્યું કે ‘ચિકન પ્રત્યેના તેના લગાવને લઈને તે ખૂબ મજાક કરતો હતો, પરંતુ તેને મેડિકલ ઇશ્યુ છે એ વાત ખોટી નથી.
અંકિત ગુપ્તા
‘બિગ બૉસ 16’માંથી બહાર નીકળેલા અંકિત ગુપ્તાએ જણાવ્યું છે કે ટીના દત્તાને એલિમિનેટ કરવાની જરૂર હતી. આ વાત તેણે વુટ પર આવતા ‘બિગ બઝ’માં કહી હતી. પોતાના એલિમિનેશન વિશે અંકિત ગુપ્તાએ કહ્યું કે ‘મારા બદલે ટીનાને એલિમિનેટ કરવાની જરૂર હતી. તે આ શોમાં કોઈ યોગદાન નથી આપી રહી. તે સ્ટ્રેટ-ફૉર્વર્ડ નથી અથવા તો આગળ આવીને ગેમ બરાબર રમતી પણ નથી. તે પાછળ જ રહે છે. હાઉસમાં તે રૅશન છુપાવવાનું એક જ કામ કરે છે.’
તેનું માનવું છે કે શાલીન ભનોત પ્રામાણિક વ્યક્તિ છે. એ વિશે અંકિત ગુપ્તાએ કહ્યું કે ‘ચિકન પ્રત્યેના તેના લગાવને લઈને તે ખૂબ મજાક કરતો હતો, પરંતુ તેને મેડિકલ ઇશ્યુ છે એ વાત ખોટી નથી. સાથે જ મને એમ લાગે છે કે શાલીનને કોઈ સમજી નથી શક્યું. તે ઓવર ઍક્ટિંગ પણ કરે છે, પરંતુ મને લાગે છે કે અમારી વચ્ચે એક સમાનતા પણ છે. અમારી વચ્ચે જ્યારે પણ વાતચીત થતી મને લાગતું કે તે સમજદાર અને પ્રામાણિક વ્યક્તિ છે.’
ADVERTISEMENT
પ્રિયંકા ચૌધરી ચહરની પ્રશંસા કરતાં અંકિત ગુપ્તાએ કહ્યું કે ‘પ્રામાણિકપણે કહું તો જો પ્રિયંકા ન હોત તો હું શોમાં ટક્યો ન હોત. તેના કારણે જ હું શોમાં હતો. પ્રિયંકા અને હું એકબીજાને બે-ત્રણ વર્ષથી ઓળખીએ છીએ. તે મારી ક્લોઝેસ્ટ ફ્રેન્ડ છે. સાથે જ સાજિદ સરે પણ મને બચાવ્યો હતો. એ બદલ તેમનો હું આભારી છું.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)