એકતા કપૂરના આગામી શોમાં યે હૈં મોહબ્બતેં ફેમ અભિષેક વર્મા
અભિષેક વર્મા
લાંબો સમય ટીવી અને દર્શકોના દિલ પર રાજ કર્યા બાદ આશરે બે મહિના પહેલાં સ્ટાર પ્લસની સિરિયલ ‘યે હૈં મોહબ્બતેં’ બંધ થઈ. જોકે આ શો સાથે જોડાયેલા ઍક્ટર્સ અન્ય રસપ્રદ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે. ‘યે હૈં મોહબ્બતેં’માં આદી તરીકે જાણીતો અભિનેતા અભિષેક વર્મા કલર્સના શોમાં જોવા મળશે.
આ શોનું નિર્માણ પણ એકતા કપૂર કરી રહી છે, જેમાં ‘ઇશ્કબાઝ’ ફેમ અભિનેતા કુણાલ જયસિંહ લીડ રોલમાં છે. કલર્સ ચૅનલ એક પછી એક નવા શોની જાહેરાત કરી રહ્યું છે. એનો નવો શો ‘નાટી પિન્કી કી લંબી લવ સ્ટોરી’ ઑન-ઍર થવા માટે તૈયાર છે ત્યારે અન્ય એક ફિક્શન શો અને બે રિયલિટી શોની જાહેરાત પણ કરવામાં આવી છે. આ સિવાય ‘ઇશ્ક મેં મરજાવાં 2’નું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. રિયલિટી શોની વાત કરીએ તો કલર્સ ચૅનલ ‘શહેનાઝ ગિલ કી શાદી’ અને ‘લેજન્ડ ક્રિકેટ લીગ’ જેવા શો લઈને આવી રહી છે.