Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Sophia Leone No More: એડલ્ટ ફિલ્મ અભિનેત્રીનું 26 વર્ષની વયે નિધન, ઘરમાંથી મળી લાશ

Sophia Leone No More: એડલ્ટ ફિલ્મ અભિનેત્રીનું 26 વર્ષની વયે નિધન, ઘરમાંથી મળી લાશ

Published : 10 March, 2024 11:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Sophia Leone No More: થોડા જ દિવસો પહેલા તેના એપાર્ટમેન્ટમાં તે બેભાન હાલતમાં મળી આવી હતી. હવે જ્યારે તેનું નિધન થયું છે ત્યારે સૌને આઘાત લાગ્યો છે.

સોફિયા લિયોન (તસવીર: ઇન્સ્ટાગ્રામ)

સોફિયા લિયોન (તસવીર: ઇન્સ્ટાગ્રામ)


કી હાઇલાઇટ્સ

  1. સોફિયા લિયોનના સાવકા પિતાએ કહ્યું કે તેણીની અચાનક વિદાયથી સૌ આઘાતમાં છે
  2. તેના મૃત્યુના કારણની તપાસ કરવામાં આવી રહી છે
  3. થોડાંક સમય પહેલા અભિનેત્રી તેના એપાર્ટમેન્ટમાં બેભાન હાલતમાં મળી આવી હતી

એડલ્ટ ફિલ્મ જગતમાં ફરી એકવાર શોકનું મોજું ફરી વળ્યું છે. તમને જણાવી દઈએ કે જાણીતી એડલ્ટ ફિલ્મ સ્ટાર સોફિયા લિયોનનું માત્ર ૨૬ વર્ષની વયે નિધન (Sophia Leone No More) થઈ ગયું છે. અભિનેત્રીના સાવકા પિતા દ્વારા એક નિવેદન જારી કરીને અભિનેત્રીના નિધનની પુષ્ટિ કરવામાં આવી છે.


પ્રાપ્ત માહિતી અનુસાર સોફિયા (Sophia Leone No More) થોડા જ દિવસો પહેલા તેના એપાર્ટમેન્ટમાં બેભાન હાલતમાં મળી આવી હતી. હવે જ્યારે તેનું નિધન થયું છે ત્યારે સોફિયાના પરિવારમાં અને મિત્રવર્તુળમાં ઘેરો આઘાત છે. સોફિયા લિયોનના સાવકા પિતાએ કહ્યું કે તેણીની અચાનક વિદાયથી તેના પ્રિયજનો અને મિત્રોને ઘેરા આઘાત અને દુઃખમાં ડૂબી ગયો છે.



તાજેતરમાં જ બેભાન હાલતમાં મળી આવી હતી સોફિયા 


પ્રાપ્ત અહેવાલો અનુસાર સોફિયા 1 માર્ચે તેના એપાર્ટમેન્ટમાં બેભાન હાલતમાં મળી આવી હતી. આ દિવસે તેના પરિવારને સોફિયા એપાર્ટમેન્ટમાં બેભાન અવસ્થામાં ઢળેલી જોવા મળી હતી. હવે જ્યારે તેનું નિધન (Sophia Leone No More) થયું છે ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા પણ તેના મૃત્યુના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

શું એક મહિના પહેલા જ તેનું નિધન થઈ ગયું હતું?


સોફિયાના પિતા તો એવું કહી રહ્યા છે કે એક અઠવાડિયા પહેલા જ તેનું મૃત્યુ થયું હતું. અભિનેત્રી તેના એપાર્ટમેન્ટમાં બેભાન હાલતમાં મળી આવી હતી. લાંબા સમયથી તેને સતત ફોન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો પરંતુ સોફિયા તરફથી કોઈ જવાબ અપવામાં આવતો નહોતો. હાલ સ્થાનિક પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રજી છે અને તેના મૃત્યુની કારણ શોધી રહી છે. 

તેના પિતાએ માન્યો આભાર 

સોફિયા (Sophia Leone No More)ને ટેકો આપનારા લોકોનો પણ તેમણે આભાર માન્યો હતો. સોફિયા લિયોનના મૃત્યુથી ઘણાને આઘાત લાગ્યો હતો. એક વ્યક્તિએ લખ્યું હતું કે, "તે મારી મિત્ર અને સુંદર વ્યક્તિ હતી. મેં તેની સાથે વિતાવેલા સમયની હંમેશા યાદ કરવામાં આવશે.”

માત્ર બે જ મહિનામાં સતત ત્રીજા એડલ્ટ ફિલ્મ સ્ટારનું નિધન 

એડલ્ટ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માંતે આ બહુ જ દુઃખદ ઘટના કહેવાય કે માત્ર બે જ મહિનામાં એક પછી એક ત્રણ જેટલા સ્ટાર્સનું અવસાન થયું છે. અગ્રણી વ્યક્તિત્વ ધરાવતા કાગની લિન કાર્ટરનું ગયા મહિને 36 વર્ષની વયે દુ:ખદ અવસાન થયું હતું. તેઓના મૃત્યુથી પણ તેના પરિચિતો અને પ્રશંસકો બંનેને ઘેરો આઘાત લાગ્યો હતો. મૃતક સ્ટારના મિત્રોએ તેના અંતિમ સંસ્કારના ખર્ચમાં મદદ કરવા માટે ગોફંડમી પર ક્રાઉડફંડિંગ પ્રયાસ શરૂ કર્યા હતા. બીજી બાજુ જાન્યુઆરીમાં જેસી જેન, એક જાણીતી એડલ્ટ ફિલ્મ અભિનેત્રીનું 43 વર્ષની વયે ડ્રગ ઓવરડોઝને કારણે નિધન થયું હતું.

Whatsapp-channel Whatsapp-channel

10 March, 2024 11:25 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK