Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સર્વિકલ કૅન્સરે જીવ લીધો ઍક્ટ્રેસ ડૉલી સોહીનો

સર્વિકલ કૅન્સરે જીવ લીધો ઍક્ટ્રેસ ડૉલી સોહીનો

09 March, 2024 01:15 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શુક્રવારે લીધા અંતિમ શ્વાસ, ગુરુવારે તેની બહેન કમળાને લીધે અવસાન પામી

ડૉલી સોહી તેની બહેન અમનદીપ સાથે

ડૉલી સોહી તેની બહેન અમનદીપ સાથે


થોડા સમયથી સર્વિકલ કૅન્સરથી પીડાતી ઍક્ટ્રેસ ડૉલી સોહીનું ગઈ કાલે ૪૮ વર્ષની ઉંમરે અવસાન થયું છે. ગઈ કાલે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગુરુવારે ડૉલીની બહેન અમનદીપ સોહીનું કમળાને કારણે અવસાન થયું હતું. સોહી પરિવાર પર તો જાણે આફત આવી પડી છે.

ડૉલી સોહીએ ૨૦૦૦માં આવેલી ‘કલશ’ સિરિયલથી ઍક્ટિંગની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તે ‘કુસુમ’, ‘ભાભી’, ‘તુઝ સંગ પ્રીત લગાઈ સજના’, ‘હિટલર દીદી’, ‘દેવોં કે દેવ મહાદેવ’, ‘મેરી આશિકી તુમસે હી’, ‘કુમકુમ ભાગ્ય’ અને ‘મેરી દુર્ગા’માં જોવા મળી હતી. તે છેલ્લે ‘ઝનક’માં કામ કરી રહી હતી, પરંતુ સર્વિકલ કૅન્સરની સારવારને કારણે તેને આ શો છોડવો પડ્યો હતો. સર્વિકલ કૅન્સર એટલે ગર્ભાશયના મુખમાં થતું ટ્યુમર છે. કૅન્સરની જાણકારી ડૉલી સોહીએ ઇન્સ્ટાગ્રામ પર આપી હતી. ડૉલીના ડિવૉર્સ થઈ ચૂક્યા હતા અને તેને ૧૪ વર્ષની એક દીકરી છે.


Whatsapp-channel Whatsapp-channel

09 March, 2024 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK