સિંગર ક્લોઇ બેલીએ ઇન્ડિયન ડિઝાઇનર ગૌરવ ગુપ્તાએ ડિઝાઇન કરેલું ગાઉન પહેર્યું હતું.
અમેરિકન સિંગર ક્લોઇ બેલી
લૉસ ઍન્જલસમાં યોજાયેલા ૬૬મા ગ્રૅમી અવૉર્ડ્સમાં અમેરિકન સિંગર ક્લોઇ બેલીએ ઇન્ડિયન ડિઝાઇનર ગૌરવ ગુપ્તાએ ડિઝાઇન કરેલું ગાઉન પહેર્યું હતું. ગ્રૅમી અવૉર્ડ્સની રેડ કાર્પેટ પર ક્લોઇએ કૉપર-હ્યુ ગાઉન પહેર્યું હતું. આ એક કટઆઉટ ડિટેઇલિંગ ગાઉન હતું જેની સાથે તેણે જિમી ચૂનું શૂઝ પહેર્યાં હતાં. ગૌરવ ગુપ્તાએ હાલમાં પૅરિસ ફૅશન વીકમાં પણ એનું કલેક્શન દેખાડ્યું હતું. પૉપ ક્વીન બિયોન્સેએ પણ તેની મ્યુઝિક ટૂર દરમ્યાન ગૌરવ ગુપ્તાનું આઉટફિટ સ્ટેજ પર પહેર્યું હતું.