Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘૩ એક્કા’માં યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવીની કેમેસ્ટ્રી જોવા જેવી છે: પ્રોડ્યુસર આનંદ પંડિત

‘૩ એક્કા’માં યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવીની કેમેસ્ટ્રી જોવા જેવી છે: પ્રોડ્યુસર આનંદ પંડિત

14 July, 2023 05:49 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

છેલ્લો દિવસની આ પ્રગતિશીલ ત્રિપુટીને દર્શાવતી બહુપ્રતિક્ષિત ગુજરાતી એન્ટરટેઈનર ફિલ્મ ‘૩ એક્કા’નું પોસ્ટર બહાર આવ્યું

`૩ એક્કા`નું પોસ્ટર

`૩ એક્કા`નું પોસ્ટર


આનંદ પંડિત મોશન પિક્ચર્સ (Anand Pandit Motion Pictures) તેમની આગામી રિલીઝ ‘૩ એક્કા’ (Tron Ekka)ને માટે ચર્ચામાં છે. આ ફિલ્મ જાણીતા નિર્માતા આનંદ પંડિત (Anand Pandit)ની તેમના પ્રિય સહયોગી વૈશાલ શાહ (Vaishal Shah) અને જનનોક ફિલ્મ્સ (Jannock Entertainment Films) સાથેની ત્રીજી ફિલ્મ છે. અગાઉ `ફક્ત મહિલાઓ માટે` (Fakt Mahilao Maate) અને `ડેઝ ઑફ તફ્રી` (Days Of Tafree) પછી બાદ આ સાથે તેમની ત્રીજી ગુજરાતી ફિલ્મ (Gujarati Film) છે. ફિલ્મમાં લોકોને આકર્ષણ ઊભું કરનારું અન્ય એક પરિબળ એ છે કે તે બ્લોકબસ્ટર હિટ `છેલ્લો દિવસ`ના પ્રિય સ્ટાર્સને ફરી સાથે લાવે છે.

‘૩ એક્કા’ (Tron Ekka)માં આ ત્રિપુટીને દર્શાવતું એક પોસ્ટર બહાર આવ્યું છે. આ વિશે નિર્માતા આનંદ પંડિત ઉત્સાહપૂર્વક કહે છે કે, “યશ સોની (Yash Soni), મલ્હાર ઠાકર (Malhar Thakar) અને મિત્ર ગઢવી (Mitra Gadhavi)માં હજુ પણ એ જ કેમિસ્ટ્રી અને ઊર્જા છે, જેણે તેમને `છેલ્લો દિવસ` (Chhello Divas) અને `શું થયું?` (Shu Thayu)માં આટલા લોકપ્રિય બનાવ્યા હતા અને હવે `શું થયું?`ના લગભગ પાંચ વર્ષ બાદ, તેઓ આ ફિલ્મ સાથે ફરી એક સાથે આવ્યા છે. અલબત્ત, ફિલ્મ મોટા પડદા પર 18મી ઑગસ્ટથી જોવા મળશે.”પ્રોડ્યુસર આનંદ પંડિતે અગાઉ કહ્યું હતું કે, “પ્રોડયુસર વૈશલ શાહ (Vaishal Shah) સાથે આ મારી ત્રીજી ગુજરાતી ફિલ્મ (Gujarati Film) છે. ફિલ્મ બનાવવામાં મનોરંજન પણ હોવું જોઈએ અને એક સામાજીક સંદરશ પણ હોવો જોઈએ તેમ અમારા બન્નેનું માનવું છે, એટલે સાથે કામ કરવાની મજા આવે છે. તે સિવાય હું સ્ટારકાસ્ટને લઈને પણ ખુબ જ ઉત્સાહિત છું.”


પ્રોડયુસર વૈશલ શાહે (Vaishal  Shah) અગાઉ જણાવ્યું હતું કે, “આનંદભાઈ અને હું ફૅમેલી એન્ટરટેઇનમેન્ટમાં માનીએ છીએ. આવનારા વર્ષોમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક સંભાવના છે. એટલે અમને ખુશી છે કે, અમે પણ આનો જ એક ભાગ છીએ. મલ્હાર, યશ અને મિત્ર સાથે આ મારી ત્રીજી ફિલ્મ છે એટલે બહુ જ ખાસ છે. ખરેખર આ એક એન્ટરટેઇનમેન્ટ રાઇડ છે.”

આ ફિલ્મ ત્રણ યુવાનો વિશેની સિચ્યુએશનલ કૉમેડી છે, જેઓ મોટી નાણાકીય કટોકટીમાં છે અને તેમના મધ્યમવર્ગના ઘરને ગુપ્ત જુગારના અડ્ડામાં પરિવર્તિત કરવાની યોજના બનાવે છે. જ્યારે યોજના ખોટી પડે છે, ત્યારે તેઓ કેવી રીતે સમસ્યાઓના સામનો કરે છે તે ઘણી આનંદી પરિસ્થિતિઓ છે. રાજેશ કુમાર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં કિંજલ રાજપ્રિયા (Kinjal Rajpriya), તર્જની ભાડલા (Tarjani Bhadla), ચેતન દૈયા (Chetan Daiya) અને પ્રેમ ગઢવી (Prem Gadhavi) પણ છે.


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2023 05:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK