Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘છેલ્લો દિવસ’ની ટીમ ફરી જોવા મળશે સાથે ‘૩ એક્કા’માં, જુઓ પોસ્ટર

‘છેલ્લો દિવસ’ની ટીમ ફરી જોવા મળશે સાથે ‘૩ એક્કા’માં, જુઓ પોસ્ટર

20 November, 2022 03:08 PM IST | Mumbai
Rachana Joshi | rachana.joshi@mid-day.com

મલ્હાર ઠાકર, યશ સોની અને મિત્ર ગઢવીની ફિલ્મનું પોસ્ટર રિલીઝ

‘૩ એક્કા’નું પોસ્ટર

‘૩ એક્કા’નું પોસ્ટર


અર્બન ગુજરાતી ફિલ્મોનો સુર્યોદય કરનાર ફિલ્મ ‘છેલ્લો દિવસ’ની રિલીઝને આજે સાત વર્ષ પુર્ણ થયા. આ ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક લોકો ફરી સાથે આવી રહ્યાં છે. મલ્હાર ઠાકર (Malhar Thakar), યશ સોની (Yash Soni) અને મિત્ર ગઢવી (Mitra Gadhvi)ની નવી ફિલ્મ ‘૩ એક્કા’ (3 Ekka)ની આજે જાહેરાત કરવામાં આવી છે.

‘છેલ્લો દિવસ’ની સ્ટારકાસ્ટના કેટલાક ર્સ્ટાસને ફરીરથી સાથે સ્ક્રિન પર જોવા મળશે એ વાત જાણીને જે એક્સાઇટમેન્ટ લેવલ વધી જાય છે. મલ્હાર ઠાકર, યશ સોની અને મિત્ર ગઢવીની ફિલ્મ ‘૩ એક્કા’ આવતા વર્ષે એટલે કે ૨૦૨૩માં જન્માષ્ટમી પર રિલીઝ થશે.



આ પણ વાંચો – યશ સોનીની નવી ફિલ્મનો લૂક જોયો? આ દિગ્દર્શક સાથે ફરી કરશે કામ


ફિલ્મની જાહેરાત કરતા ત્રણેય ર્સ્ટાસે સોશ્યલ મીડિયા ર પોસ્ટ શૅર કરી છે. જેમાં કૅપ્શનમાં લખ્યું છે કે, ‘3 એક્કા - ટીમ ફરી પાછી આવી છે! સિનેમાઘરોમાં જન્માષ્ટી ૨૦૨૩થી.’

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mitra Gadhvi (@mitragadhvi)


આ ફિલ્મ રાજેશ શર્માએ ડાયરેક્ટ કરી છે. જ્યારે આનંદ પંડિત અને વૈશલ શાહએ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જનનૉક ફિલ્મસ ‘૩ એક્કા’ પ્રેઝન્ટ કરી રહ્યું છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yash Soni (@actoryash)

આ પણ વાંચો – લકીરો : રોનક કામદાર અને દીક્ષા જોષીની લવ સ્ટોરી છે કંઈક આવી, જુઓ ટિઝર

ફિલ્મની જાહેરાત સાથે જ હવે તેના વિશે વધુ માહિતી માટે ફૅન્સ અતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

20 November, 2022 03:08 PM IST | Mumbai | Rachana Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK