Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આજની રેસિપી : ટમટમ ખમણ ઢોકળાં (અમદાવાદનાં ફેમસ)

આજની રેસિપી : ટમટમ ખમણ ઢોકળાં (અમદાવાદનાં ફેમસ)

Published : 30 October, 2026 03:13 PM | Modified : 30 October, 2026 03:19 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ રીતે બનાવો ટમટમ ખમણ ઢોકળાં (અમદાવાદનાં ફેમસ)ની રેસીપી.

ટમટમ ખમણ ઢોકળાં (અમદાવાદનાં ફેમસ)

ટમટમ ખમણ ઢોકળાં (અમદાવાદનાં ફેમસ)


સામગ્રી : ૧ વાટકો ચણાનો લોટ, ૪ ચમચી તેલ, ૪ ચમચી સાકર, મીઠું, પોણો વાટકો પાણી, હિંગ, મરચાંની પેસ્ટ, ૧ ચમચી ઇનો, અડધા લીંબુનો રસ, ૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી કાશ્મીરી મરચું, કોથમીર, રાઈ, જીરું, તલ, લીમડો.

રીત : ચણાના લોટમાં તેલ, હિંગ, સાકર, મીઠું, મરચાંની પેસ્ટ અને પાણી નાખીને ખીરું તૈયાર કરવું. એને ૧૦ મિનિટ રેસ્ટ આપવો. પછી ઇનો અને લીંબુનો રસ નાખીને, એકસરખું હલાવીને તેલ લગાડેલી થાળીમાં ખીરું નાખી ગૅસ પર પંદરથી ૨૦ મિનિટ સ્ટીમ થવા દેવું. પછી થાળી ઉતારી લેવી. એ એકદમ ઠંડી થાય પછી ઢોકળાંના પીસ કરવા. એક મોટી કડાઈમાં તેલ મૂકીને રાઈ, જીરું, તલ, હિંગ અને લીમડાનો વઘાર કરવો. હવે ગૅસ બંધ કરીને ગરમ મસાલો અને કાશ્મીરી મરચું નાખીને એક મિનિટ હલાવવું. પછી ઢોકળાના પીસ નાખીને એકસરખું મિક્સ કરવું અને કોથમીર નાખીને સર્વ કરવું.



- પુનિતા શેઠ


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2026 03:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK