° °

આજનું ઇ-પેપર
Friday, 02 December, 2022


યશ સોનીની નવી ફિલ્મનો લૂક જોયો? આ દિગ્દર્શક સાથે ફરી કરશે કામ

16 November, 2022 04:30 PM IST | Mumbai
Rachana Joshi | rachana.joshi@mid-day.com

કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ ‘ડેની જીગર’નું શરુ થયું શૂટિંગ

યશ સોની (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

યશ સોની (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

આ વર્ષે સુપરહિટ ફિલ્મોની હેટ્રિક કરનાર અભિનેતા યશ સોની (Yash Soni)એ નવી ફિલ્મના શૂટિંગની શરુઆત કરી દીધી છે. તે ફરી એકવાર તેના મનગમતા દિગ્દર્શક સાથે કામ કરવાનો છે. દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક (Krishnadev Yagnik)ની નવી ફિલ્મ માટે યશ સોનીએ શૂટિંગ શરુ કર્યું છે. ફિલ્મ ‘ડેની જીગર’ (Danny Jigar)નો યશ સોનીનો લૂક સોશ્યલ મીડિયા પર હાલમાં જ પોસ્ટ કરવામાં આવ્યો છે.

કૃષ્ણદેવ યાજ્ઞિક દિગ્દર્શિત અને યશ સોની અભિનિત ફિલ્મ ‘ડેની જીગર’નું શૂટિંગ થોડાક દિવસ પહેલા જ શરુ થયું છે. ફિલ્મમાં યશ સોનીના લૂકની તસવીર કૃષ્ણદેવ યાજ્ઞિકે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. સાથે કૅપ્શનમાં લખ્યું છે, ‘હૅશટેગ ડેની જીગર’.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Krishnadev Yagnik (@krishnadevyagnik)

આ પોસ્ટ પરથી ખબર પડે છે કે, યશ સોની ફિલ્મમાં ગુજરાત પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી રહ્યો છે. યશના હાથમાં એક ફાઇલ છે જેના પર લખ્યું છે, ‘ડેની’સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’. ફોટોમાં તે એકદમ મસ્તીભરી ડેવિલ સ્માઇલ આપી રહ્યો છે.

યશ સોનીએ પણ ફિલ્મની આ તસવીર શૅર કરી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yash Soni (@actoryash)

‘ડેની જીગર’ વિશે વધુ માહિતી મેળવવા માટે દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિકનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો.

આ પણ જુઓ - HBD કૃષ્ણદેવ યાજ્ઞિક : અર્બન ગુજરાતી ફિલ્મોમાં નવતર પ્રયોગ કર્યા છે ફિલ્મમેકરે

તમને જણાવી દઈએ કે, યશ સોની અને કૃષ્ણદેવ યાજ્ઞિકે અત્યાર સુધી જેટલી પણ વાર સાથે આવ્યા છે ત્યારે ત્યારે તેમણે સ્ક્રિન પર ધમાલ જ કરી છે. આ પહેલા યશ સોની અને કૃષ્ણદેવ યાજ્ઞિકે ‘છેલ્લો દિવસ’ (Chhello Divas), ‘શું થયું?’ (Shu Thayu?), ‘રાડો’ (Raado) અને ‘નાડી દોષ’ (Naadi Dosh)માં સાથે કામ કર્યું છે. આ બધી જ ફિલ્મો સુપરહિટ રહી છે. હવે આવનારી ફિલ્મ ‘ડેની જીગર’ પણ સુપરહિટ રહેશે તેવી આશા છે.

16 November, 2022 04:30 PM IST | Mumbai | Rachana Joshi

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

રોનક કામદાર-દીક્ષા જોશીના સંબંધમાં આવે છે ‘લકીરો’, જુઓ ટ્રેલર

આજે અમદાવાદમાં યોજાયું ટ્રેલર લૉન્ચ ઇવેન્ટ

29 November, 2022 05:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઢોલીવૂડ સમાચાર

મૂળસોતાં - ધ રૂટેડ: આદિવાસીઓની મૂળ સાથે જોડાયેલા રહેવાની અહિંસક સંઘર્ષગાથા

વિવિધ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ધૂમ મચાવી રહી છે ગુજરાતી ડૉક્યુમેન્ટરી

28 November, 2022 10:17 IST | Mumbai | Karan Negandhi
ઢોલીવૂડ સમાચાર

‘કચ્છ એક્સપ્રેસ’નું ટીઝર થયું રિલીઝ, જીવનમાં આનંદનો રંગ પૂરવા આવી રહી છે મોંઘી

ફિલ્મમાં અભિનેત્રી માનસી પારેખ મોંઘીનું પાત્ર ભજવી રહી છે

28 November, 2022 09:16 IST | Mumbai | Karan Negandhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK