Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લકીરો : રોનક કામદાર અને દીક્ષા જોષીની લવ સ્ટોરી છે કંઈક આવી, જુઓ ટિઝર

લકીરો : રોનક કામદાર અને દીક્ષા જોષીની લવ સ્ટોરી છે કંઈક આવી, જુઓ ટિઝર

09 November, 2022 04:08 PM IST | Mumbai
Rachana Joshi | rachana.joshi@mid-day.com

સમયમાં અટવાતા યુગલના સંબંધોની સંગીતમય ગાથા છે ફિલ્મમાં

‘લકીરો’નું પોસ્ટર (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

Teaser Out

‘લકીરો’નું પોસ્ટર (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)


આવનારા નવા વર્ષે રિલીઝ થનારી ઢૉલિવૂડની ફિલ્મોની યાદીમાં વધુ એક ફિલ્મનો ઉમેરો થયો છે. રોનક કામદાર (Raunaq Kamdar) દીક્ષા જોષી (Deeksha Joshi) અભિનિતી ફિલ્મ ‘લકીરો’ (Lakiro)નું આજે ટિઝર રિલીઝ થયું છે. ફિલ્મ છ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ રિલીઝ થશે.

‘લકીરો’નું ટિઝર સોશ્યલ મિડિયા પર શૅર કરતા અભિનેતા રોનક કામદારે લખ્યું છે કે, ‘સંજોગો મુલાકાત સર્જે, પણ લકીરો સંબંધો સર્જે. સમયમાં અટવાતા યુગલના સંબંધોની સંગીતમય ગાથા!’



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raunaq Kamdar (@raunaqkamdar)


ટિઝરમાં જોઈ શકાય છે કે, ફિલ્મ યંગ કપલની લવ સ્ટોરી છે. ફર્લ્ટ, ઇન્ટિમસી અને પ્રેમની વાર્તા છે ‘લકીરો’. રોનકનું નામ રિષી અને દીક્ષાનું નામ રીચા છે. હવે ફિલ્મમાં એ જોવાનું રહેશે કે, આ લકીરો સંબંધો કઈ રીતે સર્જે છે.


‘લકીરો’નું લેખન અને દિગ્દર્શન ડૉ. દર્શન અશ્ચિન ત્રિવેદી (Dr. Darshan Ashwin Trivedi)એ કર્યું છે.

રોનક અને દીક્ષાની સાથે ફિલ્મમાં નેત્રી ત્રિવેદી (Netri Trivedi), શિવાની જોષી (Shivani Joshi), વિશાલ શાહ (Vishal Shah) અને ધર્મેશ વ્યાસ (Dharmesh Vyas) છે.

આ પણ વાંચો - છઠ્ઠી જાન્યુઆરીએ આવી રહી છે ‘કચ્છ એક્સપ્રેસ’

ફિલ્મ છ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ રિલીઝ થશે.

Whatsapp-channel Whatsapp-channel

09 November, 2022 04:08 PM IST | Mumbai | Rachana Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK