MaJa Ni Wedding: પૂજા જોષી અને મલ્હાર ઠાકર બન્ને સાથે સ્ક્રીન પર બહુ ક્યૂટ લાગે છે. મ્લહાર ઠાકર અને પૂજા જોષીએ સાથે એક વૅબ સિરીઝ અને બે ફિલ્મોમાં કામ કર્યું છે અને હવે તેઓ 26 તારીખે પરણશે.
આમિર અને ઓસમાણ મીરે પૂજા જોષી અને મલ્હાર ઠાકરને લગ્નની શુભેચ્છા આપી હતી (તસવીર: સેલેબ્સ સોશિયલ મીડિયા)
કી હાઇલાઇટ્સ
- MaJa Ni Wedding 24 નવેમ્બરથી 27 નવેમ્બર સુધી ચાલશે
- મલ્હાર અને પૂજા ૨૬ નવેમ્બર ૨૦૨૪ના રોજ લગ્ન બંધનમાં બંધાશે
- આમિર અને ઓસમાણ મિર તેમના લગ્નમાં પરફોર્મ કરે તેવી ચર્ચા શરૂ થઈ છે.
26મી નવેમ્બરે ઢોલિવૂડ ફિલ્મોના સુપર સ્ટાર મલ્હાર ઠાકર અને પૂજા જોષી લગ્ન (MaJa Ni Wedding) ગ્રંથીએ બંધાવાના છે. થોડા સમય પહેલા મલ્હાર ઠાકર અને પૂજા જોષી લગ્ન કરશે એવી અફવા શરૂ થઈ હતી, પણ આ બધી અફવાઓ અટકી જ્યારે બંન્ને ઍક્ટર્સે સોશિયલ મીડિયા પર લગ્નની જાહેરાત કરી હતી. મલ્હાર અને પૂજા સોશિયલ મીડિયા મારફત તેમના લગ્નમાં શું હશે તેની એક નાનકડી હિંટ આપે છે. હાલમાં જાણીતા ગાયક આમીર ઓ મીરે મલ્હાર અને પૂજાને લગ્નની શુભેછાઓ આપી છે, આ સાથે પૂજા જોષીએ તો ઇન્સ્ટાગ્રામ પર જાહેર પણ કર્યું છે કે આ કલાકારો તેમના સંગીતમાં પરફોર્મ કરવાના છે, વળી તે પણ ડાયરેક્ટ નહીં, આડકતરી રીતે અન્ય મીડિયાના પેજ પર ચાલતી તેમની ગરબાની રીલના કેપ્શનમાં આ વાત લખી હોવાનું પૂજાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કહ્યું છે.
‘MaJa Ni Wedding’ એટલે કે મલ્હાર ઠાકર (MaJa Ni Wedding) અને પૂજા જોષીના લગ્નને લઈને ઢોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહિત તેમના ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત છે. મલ્હાર અને પૂજા ૨૬ નવેમ્બર ૨૦૨૪ના રોજ લગ્ન બંધનમાં બંધાવાના છે અને તે પહેલા સંગીત વગરે થશે. હાલમાં પૂજા અને મલ્હારને લગ્ન માટેની શુભેચ્છા આપતા ગાયક આમીર ઓ મીરે સોશિયલ મીડિયા પર એક સ્ટોરી શૅર કરી હતી. આ સ્ટોરીમાં આમીર ઓ મીર સાથે તેના પોતા અને જાણીતા સિંગર ઓસમાણ મીર પર પૂજા અને મલ્હાર સાથે જોવા મળી રહ્યા છે. આ સ્ટોરી શૅર કરીને આમીરે લખ્યું `#MaJaNiWedding` માં ધૂમ મચાવી નાખશું એકદમ! આ સાથે તેણે મલ્હાર અને પૂજાને ટૅગ પણ કર્યા હતા અને ‘તેમને બેસ્ટ વિશેસ ગાય્સ’ એમ લખી રેડ હાર્ટનું ઈમોજી પણ મૂક્યું હતું.
ADVERTISEMENT
આમીરની આ સ્ટોરીને મલ્હાર અને પૂજાએ પણ શૅર કરી હતી અને આ સાથે તેમણે વધુ એક સ્ટોરી શૅર કરી હતી. આ સ્ટોરીમાં મલ્હારે તેનો અને પૂજાનો ગરબા રમતો વીડિયો મૂક્યો છે જેમાં લખ્યું છે કે #MaJa નું સંગીત. આ સાથે તેણે ઓસમાણ મીર અને આમીર મીરને (MaJa Ni Wedding) ટૅગ કર્યા છે. જેથી શું MaJa Ni Weddingમાં ઓસમાણ મીર અને આમીર મીર પોતાના સંગીતથી લોકોનું મન મોહી લેશે એવી ચર્ચા જાગી છે. જોકે આ બાબતે હજી સુધી વધુ માહિતી સામે આવી નથી. MaJa Ni Wedding 24 નવેમ્બરથી 27 નવેમ્બર સુધી ચાલશે, જેમાં સંગીત સહિત અનેક વિવિધ કાર્યકમો અને વિધિઓ થશે.
નોંધનીય છે કે, પૂજા જોષી અને મલ્હાર ઠાકર બન્ને સાથે સ્ક્રીન પર બહુ ક્યૂટ લાગે છે. મ્લહાર ઠાકર અને પૂજા જોષીએ સાથે એક વૅબ સિરીઝ અને બે ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે સાથે વૅબ સિરીઝ ‘વાત વાતમાં’ (Vaat Vaat Ma) સિઝન વન અને ટૂમાં કામ કર્યું છે. જેમાં તેમની કૅમેસ્ટ્રી ખુબ વખાણવામાં આવી હતી. આ સિવાય તેમણે ફિલ્મ ‘વીર ઈશાનું સિમંત’ (Veer-Isha Nu Seemant)માં (MaJa Ni Wedding) એક યંગ મેરિડ કપલની ભૂમિકા ભજવી હતી. છેલ્લે તેઓ આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘લગન સ્પેશ્યલ’ (Lagan Special)માં કપલની ભૂમિકામાં જોવા મળ્યા હતા.